MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાંકડી વધઘટ, ક્રૂડ તેલ, મેન્થા તેલમાં નરમાઈ

- text


કોટનમાં ૫,૩૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.૨૦૦નો ઉછાળો : ઓપન ઈન્ટરેસ્ટ ૨૭,૯૨૫ ગાંસડી
કપાસ, સીપીઓમાં સુધારો : પ્રથમ સત્રમાં રૂ.૧૧,૪૨૨.૧૫ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ ખાતે ૧,૮૬,૬૦૫ સોદાઓમાં રૂ.૧૧,૪૨૨.૧૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદી તથા તમામ બિનલોહ ધાતુઓના વાયદાના ભાવમાં સાંકડી વધઘટ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૫,૩૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૨૦૦નો ઉછાળો આવ્યો હતો, જ્યારે કોટનમાં ઓપન ઈન્ટરેસ્ટ ૨૭,૯૨૫ ગાંસડીના સ્તરે રહ્યો હતો. મેન્થા તેલમાં નરમાઈ સામે કપાસ અને સીપીઓના વાયદાના ભાવમાં સુધારાનો સંચાર થયો હતો.

દરમિયાન, બુલડેક્સ ફ્યુચર્સનો ઓક્ટોબર વાયદો ૧૫,૪૭૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૫૭૬ અને નીચામાં ૧૫,૪૭૦ બોલાઈ, ૧૦૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૨૬ પોઈન્ટ વધી ૧૫,૫૫૧ના સ્તરે બંધ થયો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં ૮૧૦ સોદાઓમાં રૂ.૭૦.૪૬ કરોડનાં ૯૦૭ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ ૬૫૧ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૯૫૯૧ સોદાઓમાં રૂ.૫૪૦૯.૩૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૫૮૬ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૮૧૧ અને નીચામાં રૂ.૫૦૫૬૨ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨ વધીને રૂ.૫૦૭૨૪ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૬૯૪ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૨૦ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૯ ઘટીને બંધમાં રૂ.૫૦૭૬૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૧૬૪૯ ખૂલી, ઊપરમાં રૂ.૬૨૦૭૫ અને નીચામાં રૂ.૬૧૩૬૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨૯ વધીને રૂ.૬૧૮૬૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૩૩૩ વધીને રૂ.૬૧૮૫૮ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૩૩૨ વધીને રૂ.૬૧૮૫૮ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૩૭૩૧ સોદાઓમાં રૂ.૨૮૧૮.૬૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૯૬૮ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૯૪ અને નીચામાં રૂ.૨૯૫૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯ ઘટીને રૂ.૨૯૭૫ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૬૨૮ સોદાઓમાં કુલ રૂ.૧૫૭.૯૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૧૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૩૪૦ અને નીચામાં રૂ.૧૯૦૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૦ વધીને રૂ.૧૯૨૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૯૨.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૭ વધીને બંધમાં રૂ.૭૯૧.૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૪૪ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૪ અને નીચામાં રૂ.૯૩૭.૧ રહી, અંતે રૂ.૯૩૭.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૮૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૯૩.૫ અને નીચામાં રૂ.૧૦૮૨.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮.૫૦ વધીને રૂ.૧૦૯૦.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૪૯૮૭ સોદાઓમાં કુલ રૂ.૨૬૩૦.૩૭ કરોડ ની કીમતનાં ૫૧૮૮.૫૬૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૪૬૦૪ સોદાઓમાં કુલ રૂ.૨૭૭૮.૯૮ કરોડ ની કીમતનાં ૪૪૯.૯૬૪ ટન, ક્રૂડ તેલમાં ૨૨૭૧૦ સોદાઓમાં રૂ.૧૦૭૩.૯૧ કરોડનાં ૩૬૧૧૭૦૦ બેરલ્સ, કોટનમાં ૧૬૨ સોદાઓમાં રૂ.૧૦.૨૭ કરોડનાં ૫૩૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૪૦૦ સોદાઓમાં રૂ.૧૪૩.૬૩ કરોડનાં ૧૮૨૮૦ ટન, મેન્થા તેલમાં ૨૮ સોદાઓમાં રૂ.૩.૧૫ કરોડનાં ૩૩.૪૮ ટન, કપાસમાં ૩૮ સોદાઓમાં રૂ.૮૪.૮૧ લાખનાં ૧૫૬ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૨૨૩.૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૦૪.૩૮૭ ટન, ક્રૂડ તેલમાં ૪૫૯૨ બેરલ્સ, કોટનમાં ૨૭૯૨૫ ગાંસડી, સીપીઓમાં ૬૫૫૭૦ ટન, મેન્થા તેલમાં ૧૪૭.૯૬ ટન અને કપાસમાં ૪૭૬ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૮૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૮૯૭.૫ અને નીચામાં રૂ.૮૪૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૬૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૨૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૧ અને નીચામાં રૂ.૮૭૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩૨ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૮૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૦૦૦ અને નીચામાં રૂ.૩૭૯૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮૯૦ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૨૨૨ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૭૦ અને નીચામાં રૂ.૧૯૬૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૧૧ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૯ અને નીચામાં રૂ.૧૬૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૧.૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૭ અને નીચામાં રૂ.૧૨૫.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૧ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text