ઈલેક્શન અપડેટ : સરકારી ગેસ્ટ હાઉસ કે જાહેર ભવનોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં

જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી સંબંધી પ્રતિબંધો જાહેર કરાયા

મોરબી : કોઇ પણ ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે કોઇ પણ ગવર્નમેન્ટ એકોમોડેશન કે કેન્દ્ર કે રાજ્ય સરકારના પબ્લીક સેક્ટરના અંડરટેકીંગના કોઇપણ પ્રકારના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરી શકશે નહીં તે અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષી દ્વારા બહાર પડાયું છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર આ એકોમોડેશનમાં રાજકીય પક્ષોના સભ્યો સામાન્ય બેઠકો પણ યોજી શકશે નહીં. તેમજ રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવેલ વાહનો પાકીંગ કરી શકશે નહીં. જે પોલીટીકલ ફંક્શનરીને ઝેડ સ્કેલ કે તેથી ઉપરની કે તેને સમકક્ષ સિક્યોરિટી આપવામાં આવેલ હોય તેવા વ્યકિતઓને પ્રવર્તમાન જોગવાઇઓને આધારે એકોમોડેશન આપી શકાશે પરંતુ આ એકોમોડેશન જો પહેલેથી ચૂંટણી સંબંધિત અધિકારીઓ કે ઓબ્ઝર્વરોને ફાળવવામાં આવેલ હશે તો તે પોલિટીકલ ફંક્શનરીને ફાળવી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ તા. ૧૨-૧૧-૨૦૨૦ સુધી રહેશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate