મોરબી-માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ ૨૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

- text


ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ હવે શનિવારે ફોર્મની ચકાસણી અને સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ

મોરબી : ૬૫ વિધાનસભા એટલે કે મોરબી-માળીયા વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે નિયત સમયમર્યાદામાં બપોરે ૩ વાગ્યા સુધીમાં કુલ ૨૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

૬૫-મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ હતી. બપોરે ૩ વાગ્યા સુધીમાં કુલ ૨૨ ઉમેદવારો એ પોતાના ફોર્મ ભરીને જમા કરાવ્યા હતા. આ પૈકી બે મુખ્ય પક્ષોના ઉમેદવારો અને તેઓના બે ડમી ઉમેદવારો આમ ૨૨ પૈકી આ ચાર ફોર્મ મુખ્ય પાર્ટીઓના જ છે. મુખ્ય પાર્ટીના બન્ને ઉમેદવારોના ફોર્મ માન્ય થઈ જશે ત્યારે બન્ને ડમી ઉમેદવારોના ફોર્મ આપોઆપ કેન્સલ થઈ જશે.

આજ સુધીમાં ફોર્મ રજૂ કરનાર ઉમેદવારોમાં પરમાર વસંતલાલ દામજીભાઈ, સિરાજ અમીરઅલી પોપટિયા, નિયામતબેન હનીફભાઈ સુમરા, પંકજ કાંતિલાલ સણસરીયા, બીજેપીના બ્રિજેશભાઈ અમરશીભાઈ મેરજા અને તેઓના ડમી ઉમેદવાર ગણેશભાઈ નાનજીભાઈ ડાભી, કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જયરાજભાઈ પટેલ, ગીરીશભાઈ ગોવિંદભાઈ જાદવ, હુસેનભાઇ ભચુભાઈ ભટ્ટી, કાસમભાઈ હાજીભાઇ સુમરા, વિવેક જયંતીલાલ મીરાણી, મુસાભાઇ અભરામભાઇ ચનાણી, નિઝામભાઈ ગફુરભાઈ મોવર, પરસોત્તમભાઈ વાલજીભાઈ મકવાણા, જ્યોત્સ્નાબેન સવજીભાઈ ભીમાણી, કોંગ્રેસના ડમી ઉમેદવાર નયનકુમાર લાલજીભાઈ અઘારા, ઈસ્માઈલ યારમોહમ્મદભાઈ બ્લોચ, દીપકભાઈ ગાંડુભાઈ ગોગરા, વિપુલભાઈ જેરામભાઈ પરમાર, આરીફખાન મહંમદહુસેન ખોરમ, અબ્દુલભાઈ હાજીભાઈ જેડા અને મેરામભાઇ બીજલભાઈ ખાંભરા આમ કુલ ૨૨ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.

- text

હવે ભરાઇને પરત આવેલા આ ફોર્મની ચકાસણી આવતી કાલે શનિવારે થશે અને તે પૈકી કેટલાક ફોર્મ માન્ય રહે છે તે નક્કી થયા બાદ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબરને સોમવારે કેટલા ફોર્મ પરત ખેંચાઇ છે તે જોવું રહ્યું. ત્યાર બાદ એટલેકે સોમવારે મોરબી માળીયા વિધાનસભા બેઠક માટેનું ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text