ભાજપ દ્વારા પ્રચાર અભિયાન : મંત્રી સહિતના નેતાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યાં

આજે શુક્રવારથી બીજેપીનું પ્રચાર અભિયાન તેજ બનાવશે

મોરબી : બ્રિજેશ મેરજાએ બીજેપીના સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યાની સાંજે જ કેબિનેટ મંત્રી અને અન્ય ધારાસભ્યોએ 65 મોરબી-માળીયા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે.

ગઈકાલે 15 ઓક્ટોબરના રોજ કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, બ્રિજેશભાઈ મેરેજા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, જીલ્લા મહામંત્રી હિરેન પારેખ, વેલજીભાઈ ઉધરેજા, દુર્લભજીભાઈ દેથારિયા, હંસાબેન પારઘી, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કે. એસ. અમૃતીયા, મોરબી તાલુકા ભાજપ મહામંત્રી, બચુભા રાણા તથા મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા અને અજયભાઈ લોરીયા સહિતના નેતા અને કાર્યકર્તાઓએ ભડીયાદ ગામેથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ ત્રાજપર ખાતે સભા સંબોધી હતી. જેમાં હરેશભાઈ પટેલ, બાલુભાઈ ફૂલતરીયા, ઓધવજીભાઈ ભાણજા, જયંતીલાલ વરસડા જોડાયા હતા.

ગઈકાલે ગુરુવારે પ્રચારના પ્રથમ દિવસે ભડીયાદ, ત્રાજપર 1, ત્રાજપર 2ની મુલાકાત ભાજપના અગ્રણીઓ લીધી હતી. જ્યારે આજે 16 ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી બેલા, જેતપર, વાઘપર, નાગડાવાસ, ભરતનગર, મહેન્દ્રનગર 1, મહેન્દ્ર નગર 2ની મુલાકાતે ઉપરોક્ત અગ્રણીઓએ ચૂંટણીપ્રચાર અર્થે ફરી વળ્યા છે. જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા અને અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત તમામ ગામોમાંથી લોકોનું પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે અને ચૂંટણીમાં બીજેપીનો ભવ્ય વિજય થાય એ માટે તમામ સ્થાનિક કાર્યકરો જનસંપર્કમાં જોડાઈ ગયા છે. આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ પક્ષે ચૂંટણી પ્રચાર અભિયાન તેજ બનાવી દીધું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate