મોરબીના દાદુ ફાઉન્ડેશન દ્વારા સાયન્સ લેબની કીટનું વિતરણ કરાયું

મોરબી : મોરબીના દાદુ ફાઉન્ડેશનના પ્રમુખ ગુણવંતભાઈ ચાવડા તથા સુરેશભાઇ ચાવડાના પિતા અંબાલાલભાઈ ચાવડાની 23મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળા તથા વાંકાનેર તાલુકાની તીથવા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સાયન્સના પ્રયોગોને પ્રેક્ટિકલી સમજી શકે, તે હેતુથી નિ:શુલ્ક લેબ માટેની કીટો અર્પણ કરાઈ હતી. આ રીતે કીટો દર વર્ષે રિન્યૂ કરી સાયન્સ લેબ ચલાવાય છે. આ દાદુ સાયન્સ લેબમાં ટેક્નોસ્ટાર દ્વારા સાયન્સના પ્રયોગો માટે નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. દાદુ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ કુલદીપ ચાવડા, વિરપર પ્રાથમિક શાળાના આચાર્ય પારધીભાઈ તથા તીથવા હાઈસ્કૂલના ગોપાણીભાઈ તથા સ્ટાફનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate