જાહેરનામું : મોરબીમાં ખાનગી મિલકત પર પરવાનગી વિના ચૂંટણી પ્રચારનું સાહિત્ય લગાવવા પ્રતિબંધ

- text


કોઈપણ સરકારી કચેરી કે સરકારી મિલકત પર પણ આ પ્રવૃત્તિ માટે સંપૂર્ણ પ્રતિબંધ

મોરબી : મોરબી જિલ્લાની મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર ચૂંટણી તેના અસલી રંગમાં જામી છે. ઉમેદવારો ફોર્મ ભરી દીધા બાદ હવે પ્રચાર-પ્રસાર માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં રાજકીય પક્ષ દ્વારા પક્ષના ધજા, પતાકા, કટ આઉટ, હોર્ડિંગ સહિતના પ્રચાર માધ્યમ થકી ચૂંટણી પ્રચાર શરૂ કરાશે. જો કે આવા સમયે ઉમેદવાર કે તેના કાર્યકરો દ્વારા જાહેર કે ખાનગી મિલકતમાં મંજૂરી વિના પ્રચાર સામગ્રી લગાવી મિલકતને નુકશાન ન કરે તેમજ આચારસંહિતાની પણ અમલવારી થાય તે જોવાની જિલ્લા ચૂંટણી તંત્રની જવાબદારી રહે છે.

આ માટે જિલ્લા અધિક કલેક્ટર કેતન પી. જોશી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં લોકોની માલ-મિલકતને નુકશાન ન થાય અને તેમની મરજી વિરુદ્ધ આવી પ્રવૃત્તિ થતી હોય તો અટકાવવા સૂચના જાહેર કરવામાં આવી છે. જે મુજબ કોઈ પણ સરકારી મિલકતમાં કોઈપણ પ્રકારની પ્રચાર સામગ્રી, પોસ્ટર પેપર કે ફોટોગ્રાફ લગાવી શકશે નહિ. જો કે જાહેર સ્થળોએ સ્થાનિક સૂત્રો લખવા, પોસ્ટર, કટ આઉટ હોર્ડિંગ કે બેનર ચૂકવણીના ધોરણે કે અન્ય કોઈ રીતે પ્રદર્શન કરવાની પરવાનગી આપતા હોય તો તે કાયદાનું ચુસ્ત પાલન કરવાનું રહે છે.

- text

આ ઉપરાંત, કોઈપણ રાજકીય પક્ષના કે અન્ય ઉમેદવાર ખાનગી મિલકત, જમીન મિલકત દીવાલ વગેરેમાં તેના મલિક અથવા અધિકૃત વ્યક્તિની પરવાનગી લઈને જ લગાવી શકશે. પરવાનગી વિના કોઈની પણ મિલકતમાં આ પ્રકારની સામગ્રી લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઇ પક્ષ કે ઉમેદવારની સભામાં જઈ અન્ય કોઈ ઉમેદવાર કે પક્ષ દ્વારા તેમનું પ્રચાર સાહિત્ય વિતરણ કરી શકશે નહીં અથવા તેમને લગાવેલ પ્રચાર સાહીત્ય દૂર કરી અન્યનું સાહિત્ય લગાવી અન્ય કોઈનું પણ સાહિત્ય લગાવી ખલેલ પહોંચડી શકશે નહિ.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text