MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સમાં 14,140 લોટ્સના વોલ્યુમ સાથે 439 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ

- text


સોનાના વાયદાના ભાવમાં રૂ. ૫૩૭ અને ચાંદીમાં રૂ. ૧,૦૧૬ની તેજી : તમામ બિનલોહ ધાતુઓ પણ વધી
ક્રૂડ તેલમાં નરમાઈનો માહોલ, જ્યારે નેચરલ ગેસમાં સુધારો : કપાસ, કોટન, સીપીઓમાં ઊછાળો, મેન્થા તેલ ઘટ્યું

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૯થી ૧૫ ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા અને બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફ્યૂચર્સમાં ૨૯,૨૨,૩૪૭ સોદાઓમાં કુલ રૂ.૧,૬૫,૧૩૪.૩૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૩૭ અને ચાંદીનો રૂ.૧,૦૧૬ તેજ બંધ થયો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધીને બંધ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નરમાઈ સામે નેચરલ ગેસમાં સુધારો વાયદાના ભાવમાં રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓમાં ઉછાળા સામે મેન્થા તેલ ઘટી આવ્યું હતું.

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૫,૪૭૬ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૫,૭૮૦ અને નીચામાં ૧૫,૩૪૧ના મથાળે અથડાઈ, ૪૩૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૭૬ પોઈન્ટની વૃદ્ધિ સાથે ૧૫,૫૨૫ના સ્તરે બંધ થયો હતો. બુલડેક્સ ફ્યૂચર્સમાં ૧૨,૫૭૧ સોદાઓમાં કુલ રૂ.૧,૦૯૮.૮૩ કરોડનાં ૧૪,૧૪૦ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ ૪૯૭ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૩૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૧,૧૮૪ અને નીચામાં રૂ.૫૦,૧૧૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૫૩૭ (૧.૦૭ ટકા) વધી રૂ.૫૦,૭૧૨ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૫૪૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૮૧ (૦.૭૦ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૪૦,૭૦૩ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ઓક્ટોબર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૦૯૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૪ (૦.૬૭ ટકા) વધી બંધમાં રૂ.૫,૧૧૯ના ભાવ થયા હતા. સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૪૦૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૧,૨૩૮ અને નીચામાં રૂ.૫૦,૨૩૧ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૫૩૬ (૧.૦૭ ટકા)ની ભાવવૃદ્ધિ સાથે બંધમાં રૂ.૫૦,૭૭૫ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૧,૦૩૮ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૪,૧૨૨ અને નીચામાં રૂ.૫૯,૮૨૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૦૧૬ (૧.૬૮ ટકા) વધી રૂ.૬૧,૫૩૫ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૧,૩૦૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૦૧૬ (૧.૬૮ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૬૧,૫૨૫ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૦,૬૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૦૨૩ (૧.૬૯ ટકા) વધી બંધમાં રૂ.૬૧,૫૨૬ના ભાવ થયા હતા.

- text

બિનલોહ ધાતુઓમાં તાંબુ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૫૨૪.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭.૦૫ (૧.૩૫ ટકા) વધી રૂ.૫૩૦.૭૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૧,૦૮૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૦.૧૦ (૫.૬૧ ટકા) વધી બંધમાં રૂ.૧,૧૩૦.૫૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૧૪૭.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૦૫ (૨.૦૭ ટકા) સુધરી રૂ.૧૫૦.૪૦ના સ્તરે રહ્યો હતો. સીસું ઓક્ટોબર વાયદો રૂ.૧૪૯.૩૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૦.૮૦ (૦.૫૪ ટકા) વધી રૂ.૧૪૮.૬૦ અને જસતનો ઓક્ટોબર વાયદો રૂ.૧૯૨.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૪૫ (૧.૨૮ ટકા) વધી રૂ.૧૯૪.૧૫ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૦૦૭ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૦૩૨ અને નીચામાં રૂ.૨,૮૬૫ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૩૧ (૧.૦૨ ટકા)ના ઘટાડા સાથે બંધમાં રૂ.૨,૯૯૪ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૯૩.૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦.૪૦ (૫.૩૭ ટકા) વધી રૂ.૨૦૩.૯૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૦૫૭.૫૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૦૯૪ અને નીચામાં રૂ.૧,૦૫૭ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૨૪ (૨.૨૭ ટકા) વધી રૂ.૧,૦૮૨ના સ્તરે બંધ થયો હતો. રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૮,૫૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૯,૨૨૦ સુધી અને નીચામાં રૂ.૧૮,૪૫૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૬૧૦ (૩.૩૦ ટકા)ના ઉછાળા સાથે રૂ.૧૯,૦૯૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ઓક્ટોબર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૭૭૭.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૯.૪૦ (૧.૨૧ટકા) વધી રૂ.૭૮૪.૨૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૪૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫.૧૦ (૦.૫૪ ટકા) ઘટી રૂ.૯૪૩.૨૦ના ભાવે બંધ થયો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text