મોરબીમાં રિક્ષામાં બેસાડી બે ભાઈઓને માર મારીને લૂંટી લીધા

- text


રિક્ષાચાલકના સ્વાંગમાં ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં રિક્ષા ચાલકના સ્વાંગમાં ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ત્રણ શખ્સોએ બે ભાઈઓને મુસાફર તરીકે રીક્ષામાં બેસાડી બન્ને ભાઈઓને માર મારીને લૂંટી લીધા હતા. હાલ એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ લૂંટના બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સેવાસદન પાછળ આવેલ રીલીફનગરમાં રહેતા અને વેપાર કરતા રાજેશભાઇ રતીલાલભાઇ સોમૈયા (ઉ.વ.૫૦) એ એક રીક્ષાચાલક તથા બે અજાણયા ઇસમો સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા-૧૦ના રોજ ફરીયાદી તથા તેમના મોટાભાઇ આરોપીઓની રીક્ષામા મોરબીના નગર દરવાજાથી બેસી પોતાના ઘરે જતા હતા. અને તેને નટરાજ ફાટક ઉતરવાનુ હોય, જ્યાં આરોપીઓએ રીક્ષા ઉભી રાખવાનુ કહેતા રીક્ષા ઉભી રાખી ન હતી. આરોપીઓ પોત પ્રકાશીને રીક્ષા અવળી દિશામા લઇ જઇ ફરીયાદી તથા તેના ભાઇ સાથે રીક્ષામા ઝપાઝપી કરી હતી અને ફરીયાદી તથા સાહેદને છરી વડે સામાન્ય ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસેથી રોકડ રૂ. ૪૫૦૦ તથા સેમસંગ કંપનીનો સાદો મોબાઇલ કી.રૂ. ૧૦૦૦ મળી કુલ રૂ. ૫૫૦૦ની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આથી, એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text