સરકારી યોજનાઓના સુદ્રઢ અમલીકરણ તથા ગ્રામીણોની સગવડતા માટે વીસીઈની કાયમી નિમણુંક કરવાની માંગ

- text


તલાટી મંત્રી અને સરપંચને વધુ સત્તા આપી ગ્રામ્ય કક્ષાએ વીસીઈના સહયોગથી વિકેન્દ્રિત સેવામાળખું ગોઠવવાની મુખ્યમંત્રીને રજુઆત

ટંકારા : તાજેતરમાં વિલેજ કોમ્પ્યુટર સહાયકની હડતાળ બાદ સરકારે 22 જેટલી કામગીરી તલાટી મંત્રીઓને સોંપી છે. આ કામગીરીમાં સરકારી સહાયની યોજનાઓ, ઓનલાઈન અરજી પ્રક્રિયાઓ, સાત બારના તથા 6 નંબરના ઉતારો જેવી તમામ કામગીરીમાં જો વીસીઈને સહાયક બનાવવામાં આવે તો ગ્રામ્ય કક્ષાએ ખૂબ સરળતા રહે એવી અરજ કરીને આ દિશામાં વિચારણા કરવા માટે નિવૃત તલાટી મંત્રી તથા મિતાણા ગ્રામ પંચાયતના સદસ્ય જી.ટી.દેવડાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

તલાટી મંત્રીઓને હાલમાં સોંપેલી કાર્યપ્રણાલીમાં વીસીઈને સહાયક તરીકે પૂર્ણકાલિન ફરજ સોંપવામાં આવે એ સંદર્ભે થયેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રોજબરોજના કામમાં ગ્રામીણોને પડતી મુશ્કેલીઓ નિવારવા, સોગંદનમાં સહિતની કામગીરી, ઇ-સ્ટેમ્પઇંગની કામગીરી, ટ્રુ કોપી કઢાવવાની કામગીરી માટે હાલ તાલુકા મથક સુધી ધક્કા ખાવા પડે છે તે ગ્રામ્ય કક્ષાએ થાય તો વીસીઈને થોડું વધુ વળતર મળતું થાય. હાલ વીસીઈની કામગીરીમાં વળતરને લઈને કચવાટ જોવા મળી રહ્યો છે, યુવાનો વીસીઈનું કાર્ય કરવા માટે આગળ આવી રહ્યા નથી ત્યારે ઉક્ત તમામ કામગીરીમાં વીસીઈને સાંકળવાથી રોજગારીના પ્રશ્નમાં પણ રાહત થશે. આ તબક્કે વિજબીલ, મોબાઈલ-ટેલીફોનબીલ, ગેસબીલ, જેવા તમામ ઓનલાઈન થઈ શકતી સરકારી પ્રક્રિયા વીસીઈ મારફત કરાવવામાં આવે તો ગ્રામીણોને તાલુકા સુધી જવામાંથી મુક્તિ મળશે અને તાલુકા કક્ષાએ પણ કામનું ભારણ ઘટશે એવો તર્ક રજૂઆતના અંતમાં કરીને આ દિશામાં વિચારણા કરવા રજૂઆતકર્તાએ જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text