વાંકાનેરમાં બાઈક પર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે બાઈક પર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે વાંકાનેરની થાન ચોકડી પાસે જીજે-૦૩-એએફ-૧૮૧૧ નંબરના બાઈક પર ઈંગ્લિશ દારૂની બોટલોની હેરાફેરી કરવા નીકળેલા આરોપી વીપુલભાઇ મનસુખભાઇ સરવાળીયા (ઉ.વ ૧૯, રહે. મનડાસર, તા.થાનગઢ, જિ.સુરેન્દ્રનગર)ને ઈંગ્લિશ દારૂની બોટલ નંગ-૨૪ તથા બાઈક અને એક મોબાઈલ મળીને કુલ મુદામાલ રૂ. ૨૧,૨૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text