ટાઇલ્સ બાદ સેનેટરીવેર્સના એક્સપોર્ટમાં પણ મોરબીને ઉજળી તક

- text


યુરોપીયન સ્ટાન્ડર્ડ મુજબના કમોડ, ટોયલેટ સીટ્સની જબરી ડિમાન્ડ

મોરબી : કોરોના મહામારી બાદ મોરબીનો સિરામિક ઉદ્યોગનો વિશ્વભરમાં ડંકો વાગી રહ્યો છે, ખાસ કરીને જીવીટી અને સ્લેબ ટાઇલ્સની ભારે ડિમાન્ડ છે ત્યારે જો સેનેટરીવેર્સ પ્રોડક્ટસમાં પણ જો મોરબીના ઉદ્યોગકારો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરી જુદા – જુદા દેશની ડિઝાઇન અને સાઈઝને અનુસરે તો સેનેટરીવેર્સ પ્રોડક્ટસમાં પણ મોરબીનો ડંકો વાગી શકે તેમ છે.

વૈશ્વિક મહામારી કોરોના બાદ ચીનના ઉદ્યોગ જગતમાં ભારે ઉથલ પાથલ સર્જાતા અત્યાર સુધી નંબર વન પર રહેલ ચીન હાલમાં સિરામિકક્ષેત્રે પછડાયું છે જેનો સીધો જ લાભ ભારતને મળ્યો છે અને સિરામિક હબ મોરબીના તમામ નાના મોટા ઉદ્યોગો ફરી ધમધમવા લાગ્યા છે, જો કે હાલ મોરબીમાં બનતી જીવીટી, પીજીવીટી, સ્લેબ સહિતની જુદી – જુદી પ્રોડક્ટ્સ હાલ મિડલ ઇસ્ટ, યુરોપ, અમેરિકા, નોર્થ અમેરિકા, થાઈલેન્ડ જેવા દેશોમાં નિકાસ થઈ રહી છે પરંતુ સેનેટરીવેર્સ પ્રોડક્ટ નિકાસમાં હજુ મોરબી પાછળ છે.

સેનેટરીવેર્સ નિકાસમાં મોરબી પાછળ રહેવાના કારણો આપતા સિરામિક એસોસિએશનના અગ્રણી નિલેશભાઈ જેતપરિયા કહે છે કે, સમગ્ર વિશ્વમાં સેનેટરીવેર્સ આઇટમો અલગ – અલગ ડિઝાઇન અને સાઈઝ મુજબ વપરાશમાં લેવામાં આવે છે જેથી આપણા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબના પ્રોડકશનની ડિમાન્ડ પ્રમાણમાં ઓછી રહે છે.

- text

ખાસ કરીને યુરોપિયન કન્ટ્રી, અમેરિકા, મિડલ ઇસ્ટ સહિતના દેશોમાં સેનેટરીવેર્સ પ્રોડક્ટ્સની ખૂબ જ ડિમાન્ડ છે પરંતુ ઉપરોક્ત દેશોમાં ટોયલેટ સીટ્સ, કમોડની ડિઝાઇન અને સાઈઝ આપણાથી અલગ પડતા હોવાથી અહીંની પ્રોડક્ટ્સ માટે ડિમાન્ડ નથી મળતી, જો કે, આગામી સમયમાં મોરબીના ઉદ્યોગકારો અને ખાસ કરીને સેનેટરીવેર્સ પ્રોડક્ટ બનાવતા એકમો ઇન્ટરનેશન સ્ટાન્ડર્ડ અને અલગ અલગ દેશની ડિમાન્ડ મુજબની પ્રોડક્ટ બનવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

આમ, મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા હવે ટાઇલ્સ બાદ સેનેટરીવેર્સ પ્રોડક્ટ્સ માટે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જગ્યા બનાવવાની દિશામાં આગળ વધવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા હોવાથી ટુક સમયમાં જ મોરબી ટાઇલ્સની સાથે સેનેટરીવેર્સક્ષેત્રે પણ નવા શિખરો સર કરી શકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text