મોરબીના દાણાપીઠ પાસે સીસી રોડના ગોકળગાયની ગતિએ ચાલતા કામથી સ્થાનિકો પરેશાન

- text


સ્થાનિકોએ પાલિકા તંત્રને રજુઆત કરીને રોડનું કામ ઝડપથી પૂરું કરવાની માંગ કરી

મોરબી : મોરબી શહેરના દાણાપીઠ પાસે નવા સીસીરોડ બનાવવાનું કામ એકદમ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી છે. આથી, સ્થાનિકોએ પાલિકા તંત્રને રજુઆત કરીને રોડનું કામ ઝડપથી પૂરું કરવાની માંગ કરી છે.

મોરબીના વોર્ડ નં. 5ના યુવા અગ્રણી કેયુરભાઈ પંડ્યાએ પાલિકાને ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે વોર્ડ નંબર 5માં પ્રવેશતા પહેલા આવેલા દાણાપીઠ પાસે ગત તા. 25 સપ્ટેમ્બરના રોજ નવા સીસીરોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પણ આ નવા સીસી રોડનું કામ એકદમ ધીમી ગતિએ થઈ રહ્યું છે. રોડના ધીમી ગતિએ ચાલતા કામથી વોર્ડ નંબર 5માં આવેલા લક્ષ્મીનારાયણ શેરી, બક્ષી શેરી, સુથાર શેરી, પારેખ શેરી, બુઢાબાવા શેરી, ભવાની ચોક, વિશ્વકર્મા મંદિર શેરી, ધંટીયા પા શેરી સહિતના વિસ્તારોના લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. જો કે આ સીસીરોડનું કામ પૂરું કરવામાં 8 થી 10 દિવસનો સમય લાગે એમ છે. છતાં આજે 15-16 દિવસ થવા છતાં હજુ રોડનું કામ એક્દમ ગોકળ ગાયની ગતિએ જ થતું હોવાથી આ રોડનું કામ ક્યારે પૂરું થાય એ નક્કી જ નથી. ત્યારે લોકોને પડતી હાલાકીને ગંભીરતાને ધ્યાને લઈને આ રોડનું કામ ઝડપથી પૂરું કરાવવાની માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text