મોરબી નોટરી એસોસીએશનની સામાન્ય સભામાં નવા હોદેદારોની નિમણુંક કરાઈ

પૂર્વ પ્રમુખ સંજયસિંહ ઝાલાને સન્માનપૂર્વક વિદાય આપી, નવા પ્રમુખ તરીકે રામદેવસિંહ ઝાલાની વરણી કરાઈ

મોરબી : મોરબીના નોટરી એસોસિએશનની ગઈકાલે તા. 8ના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં હાલના એસોસીએશન પ્રમુખ તેમજ અન્ય હોદેદારોની મુદત પૂર્ણ થતાં નવા હોદેદારોની નિમણુંક કરાઈ હતી. પૂર્વ એસો. પ્રમુખ સંજયસિંહ ઝાલાએ સ્વૈચ્છિક પદ પરથી રાજીનામું આપતા તેમને વિદાય આપી તેમનું સન્માન કરાયું હતું. તેમજ તેમના સ્થાને એસો.ના પ્રમુખ તરીકે રામદેવસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ફૂલતરિયા, સેક્રેટરી તરીકે કે.ડી.મૂછડીયા, કારોબારી સભ્ય તરીકે વાંકાનેરના મહાવીરસિંહ જાડેજા, ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી, પ્રવીણભાઈ હડિયલની પણ નિમણુંક કરાય હતી. તેમજ સંજયસિંહ ઝાલાએ ગુજરાત નોટરી એસોના સભ્ય પદ ચાલુ રાખ્યુ છે. તમામ સભ્યોએ નવા હોદેદારોને સહર્ષ વધાવી લીધા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate