મોરબી – માળીયા (મી.)ના કુલ રૂ. 10 કરોડના રસ્તાઓના જોબ નંબર મેળવતા પૂર્વ ધારાસભ્ય

મોરબી : મોરબી – માળીયા (મીં.) વિસ્તારમાં જુદા-જુદા રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગ સાથે પરામર્શ કરી બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને વખતોવખત રજૂઆત કરતાં મોરબી તાલુકાનાં ગાળાથી વાઘપર રોડના સીડી વર્ક માટે રૂ. 80 લાખ, નવા સાદુળકાથી હરિપર ગુંદાવાડી સડક રૂ. 1 કરોડ 20 લાખના ખર્ચે તેમજ નેશનલ હાઇવેથી ટિંબડી સુધીના રોડ માટે રૂ. 1 કરોડ 50 લાખના ખર્ચે, મોટા દહીંસરાથી નાના ભેલા નોન પ્લાનમાં સીધો રસ્તો પડે તે માટે નવી સડક બનાવવા રૂ. 3 કરોડ 50 લાખ તેમજ મોટા દહીંસરાથી કુંતાસી સુધીના રસ્તા માટે રૂ. 2 કરોડ 25 લાખનો જોબ નંબર તેમજ સાંસદ વિનોદભાઇ ચાવડા, કાંતિભાઈ અમૃતિયા, જયંતિભાઈ સાણજા, માળીયા (મીં.) તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ મણિભાઈ સરડવા, મગનભાઇ વડાવિયા, બાબુભાઇ હુંબલની રજુઆતથી મોટી બરારથી નાની બરાર રસ્તાનું સ્લેબ ડ્રેન વર્ક માટે રૂ. 20 લાખ તેમજ નેશનલ હાઇવેથી વીરવદરકા એપ્રોચ રોડ રૂ. 70 લાખના નવા જોબ નંબર નીતિનભાઇ પટેલે મંજૂર કરેલ છે.

સાથોસાથ સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની સતત રજૂઆતો ધ્યાને તત્કાલિન ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજાએ દલવાડી સર્કલથી ઉમિયા સર્કલથી લીલાપર – રફાળેશ્વર કેનાલ રોડ પહોળો કરવા માટે રૂ. 22 કરોડનો જોબ નંબર મેળવેલો તેને તાબડતોબ તાંત્રિક મંજૂરી અપાવીને ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. આમાં કેનાલ રોડ 10 મિટર પહોળો થશે તેમજ વચ્ચે – વચ્ચે જ્યાં ટ્રાફિક ભારણ વધુ છે ત્યાં સિમેન્ટ રોડની પણ જોગવાઈ આ ટેન્ડરમાં આવરી લેવામાં આવી છે.

તદુપરાંત મોરબી સિટીના જેલ રોડથી લીલાપર તરફ જતાં રસ્તા માટેની દુર્લભજીભાઇ દેથરિયાની તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ અને શહેર પ્રમુખ લાખાભાઇ જારીયાની માંગણી અન્વયે તત્કાલિન ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રૂ. 2 કરોડ અને 19 લાખનો જોબ નંબર મંજૂર કરાવેલ, તે અંગે સતત ફોલોઅપ કરીને ટેન્ડર મંજૂર કરાવી એજન્સી પણ નક્કી કરી દેવામાં આવી છે. આમ, મોરબી – માળીયા (મીં.) વિસ્તારના નોન પ્લાન, રી – સરફેસિંગ, વાઈડનિંગ, સીડી વર્કના કામો માટે સતત ચીવટ રાખી બ્રિજેશ મેરજાએ નિશ્ચિત સમય મર્યાદામાં આવા 34 કરોડ જેટલી રકમના કામો કાર્યાન્વિત બને તે માટે ઉઠાવેલ જહેમત લેખે લાગી રહી છે. તેમ બ્રિજેશ મેરજાએ યાદીમાં જણાવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate