લાલપર PHCના સ્ટાફે ગરીબ બાળકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરી સહકર્મીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

- text


મોરબી : કોરોના મહામારી એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં અસંખ્ય લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. ત્યારે કોરોના સામેના આ યુદ્ધમાં હજારોની સંખ્યામાં કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ જેવા વિવિધ સરકારી કર્મચારીઓ એ રાષ્ટ્ર સેવા કરતા શહીદી વહોરી છે.

તાજેતરમાં મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – લાલપરમાં મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવા જગદીશભાઈ કૈલા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી વખતે કોરોનાના સંક્રમણમાં આવેલ હતા. તેમજ કોરોના સામેના આ યુદ્ધમાં તા.૧૯ ના રોજ તેમનું અવસાન થયું હતું. જેથી, તેમની શ્રદ્ધાંજલિના ભાગરૂપે તેમની યાદમાં લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાલના તેમજ પૂર્વ સહ કર્મચારીઓ દ્વારા આજ રોજ આશરે ૨૦૦ જેટલી ઝુપડપટ્ટી વિસ્તારમાં ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text