મોરબી-માળીયા હાઈવે પર ઓરડીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


93,500 રોકડ, મોબાઈલ સહિત 1.18 લાખનો મુદામાલ પકડાયો

મોરબી : મોરબી માળીયા હાઇવે પર આવળ ઇન્ડસ્ટ્રીઝ રોડ પર જવાના રસ્તે આવેલા અતુલ કાંટા નજીક પરેશ ઠાકરસી પટેલ પોતાના કબ્જાની ઓરડીમાં બહારથી લોકોને બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કાણોતરાને બાતમી મળી હતી અને તેના આધારે એલસીબી પી.આઈ.વી બી જાડેજા અને સ્ટાફના વિક્રમસિંહ સબળ સિંહ બોરણા, ચંદુભાઈ કાળુભાઇ,કોન્સ્ટેબલ ભગીરથ સિંહ ઝાલા,નીરવ મકવાણા,સહિતનાએ દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા પરેશ ઠાકરશીભાઈ અમૃતિયા, પરેશ મહાદેવ જગોદણાં, ધર્મેશ જયંતિ બાવરવા, અંબારામ છગનભાઇ કાસુન્દ્રા, સંદીપ નરભેરામ અધારાને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી રોકડ 93,500, 25 હજારની કિંમતના 5 મોબાઈલ મળી કુલ 1,18,500નો મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

- text

- text