મોરબીમાં કોરોનાના આંકડાની માયાજાળ અંગે આરોગ્ય વિભાગે ડિપ્લોમેટિક જવાબો આપ્યા

- text


આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાતી આંકડાકીય માહિતીમાં મોટી માયાજાળ અંગે આરોગ્ય વિભાગ દ્વારા પત્રકાર પરિષદમાં કોઇ ખુલાસારૂપી સંતોષકારક જવાબ આપવામાં ન આવ્યો : મોરબી જિલ્લામાં 2.24 લાખથી વધુ ઘરોમાં કોરોના સંદર્ભે સર્વે કરાયો હોવાનો આરોગ્ય વિભાગનો દાવો

મોરબી : મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા આજે જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાની કામગીરી અંગે પ્રેસ કોન્ફ્ન્સ યોજાઇ હતી.જેમાં જિલ્લા આરોગ્ય શાખાના મુખ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા ,મેડિકલ ઓફિસર ડો.સી.એલ.વારેવડીયા ,હાર્દિક રંગપરિયા સાહિતનાએ જિલ્લામાં કોરોનાની કામગીરી અંગે એવો દાવો કર્યો છે કે ઘરેઘરે કોરોનાના સર્વેનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે.જેમાં આરોગ્ય વિભાગની 916 ટિમ સર્વેની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 2,24,179 મકાનોમાં સર્વેની કામગીરી પુરી થઈ છે. જયારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાતી આંકડાકીય માહિતીમાં મોટી માયાજાળ અંગે આરોગ્ય વિભાગ દ્વારા પત્રકાર પરિષદમાં કોઇ ખુલાસારૂપી સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહતો.

જિલ્લામાં અત્યાર સુધીના કોરોનાના સર્વેમાં 10,75 ,772 લાખની વસ્તીને આવરી લેવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. જો કે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય વિભાગ આંકડાની માયાજાળ રચતુ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને મૃતકોના આંકડા વધે નહિ તે પ્રકારે આરોગ્ય વિભાગ પૂર્વાયોજિત આયોજન કરતું હોવાની સામાન્ય નાગરિકો શંકા સેવી રહ્યા છે. આ શંકાના સમાધાન રૂપે આરોગ્ય વિભાગ દ્વારા આ પત્રકાર પરિષદમાં કોઇ ખુલાસારૂપી સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો.

વધુમાં આરોગ્ય વિભાગે જાહેર કર્યું કે હાલમાં સદભાવના ,પ્રભાત ,કોવિડ હોસ્પિટલ ,શિવમ હોસ્પિટલ એમ આ ચાર ખાનગી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે.ઉપરાંત આગામી સમયમાં વાંકાનેર અને મોરબીમાં એમ બે જગ્યાએ બે નવી કોવિડ હોસ્પિટલ ચાલુ થવાની શકયતા છે.અત્યાર સુધીમાં 37300 જેટલી રેપીડ ટેસ્ટ કીટ આવી છે.અને હાલમાં 2 હજાર કીટ છે એટલે રેપીડ કીટ સમયાંતરે મળી રહે છે.

- text

જ્યારે ડો.જે.એમ.કતીરાએ કહ્યું હતું કે,જે સર્વે ટીમ સર્વે કરવા ઘરે આવે તો લોકો યોગ્ય સાથ સહકાર આપે તે જરૂરી છે.જોકે અમુક લોકો પોઝિટિવ આવવાની બીકે સર્વે ટીમને યોગ્ય સહકાર આપતા ન હોય તેવી ફરિયાદ મળતા તેમણે લોકીને યોગ્ય સહકાર આપવાની અપીલ કરી છે.જો લોકો તંત્રને યોગ્ય સહકાર આપશે તો કોરોનાનું સંક્રમણ અટકાવી શકાશે અને કોરોનાને હરાવી શકીશું તેમજ હવે કોરોના સાથે જીવવું પડે તેમ હોય લોકો જાગૃત થઈને ટેસ્ટ કરાવે અને આપણું મોરબી સ્વસ્થ મોરબીના સૂત્રને સાકાર કરે તેવો પણ તેમણે અનુરોધ કર્યો હતો.

- text