મોરબીમાં પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરનાર નરાધમ જેલ હવાલે

- text


આરોપીની મેડિકલ તપાસ પૂર્ણ થઈ જતા રિમાન્ડની જરૂર ન હોવાથી કોર્ટ આરોપીને જેલહવાલે કર્યો

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોમવારની રાત્રે મંદિર પાસે રમતી પાંચ વર્ષની માસૂમ બાળાની એકલતાનો લાભ લઇ પાડોશી શખ્સે મંદિર પાસે અવાવરું સ્થળે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી પૂર્ણ થઈ જતા રિમાન્ડની જરૂર ન હોવાથી કોર્ટ આરોપીને જેલહવાલે કર્યો છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી એક પરિવારની પાંચ વર્ષની માસૂમ પુત્રી સોમવારની રાત્રે આ વિસ્તારમાં મંદિરમાં પ્રસાદ લેવા ગયા બાદ ત્યાં મંદિર પાસે એકલી રમતી હતી. ત્યારે રાત્રીનો અંધકારનો લાભ લઈ એકલી રમતી બાળાનો હવસનો શિકાર બનાવવા આ વિસ્તારમાં જ રહેતો રવિ પરમસુખભાઈ બધેલ (ઉ.વ.19) નામનો શખ્સ બાળાને લાલચ આપી આ વિસ્તારના નજીકના મંદિર પાસે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હતું.

- text

આ દરમ્યાન મંદિરેથી સમયસર પુત્રી ઘરે ન આવતા ચિંતિત થયેલી તેની માતાએ શોધખોળ કરવા નીકળી ત્યારે આ સ્થળેથી પુત્રીનો રડવાનો અવાજ સાંભળતા ત્યાં જતા નરાધમની પાપલીલાનો ભાંડો ફૂટ્યો હતો. આ બનાવ બાદ પોલીસે આરોપી રવિની ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે આરોપીની મેડિકલ તપાસ તથા બનાવને લગતા સંયોગિક પુરાવા કબજે કરવાની કાર્યવાહી પૂર્ણ થતાં કોર્ટે રિમાન્ડની જરૂર ન હોવાથી આરોપીને જેલહવાલે કર્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text