મોરબીના લખધીરપુર ગામ પાસે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે મોરબીના લખધીરપુર ગામ પાસે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તાલુકા પોલીસે ચાર આરોપીઓને કુલ રોકડ રૂ. ૧૭,૦૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇની સુચનાને પગલે મોરબી તાલુકા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન લખધીરપુર ગામ પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા ચાર આરોપીઓ વસંતભાઇ બચુભાઇ આંતરેસા, મયુરભાઇ ગોકળભાઇ ટોટા, ભરતભાઇ રઘુભાઇ સાટકા, ગોવિંદભાઇ નવઘણભાઇ મુંધવાને કુલ રોકડ રૂ. ૧૭,૦૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ. નગીનદાસ નિમાવત તથા દિનેશભાઇ બાવળીયા તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા અમિતભાઇ વાંસદડીયા તથા રમેશભાઇ મુંધવા તથા ફતેસંગ પરમાર તથા હિતેષભાઇ ચાવડા તથા યોગીરાજસિંહ જાડેજા તથા ભરતદાન ગઢવી દ્રારા આ કામગીરી કરવામાં આવેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text