સોનાના વાયદાના ભાવમાં રૂ.૩૮૧ અને ચાંદીમાં રૂ.૨,૦૨૫નો વધુ ઘટાડો નોંધાયો

- text


કોટનમાં ૩,૦૭૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ: સીપીઓ પણ ઘટ્યું : ક્રૂડ તેલમાં સુધારો: કપાસ, મેન્થા તેલમાં મામૂલી વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ. ૨૦૯૧૭ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૩,૩૭,૩૩૧ સોદામાં રૂ. ૨૦૯૧૭.૫૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૩૮૧ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૨,૦૨૫નો વધુ ઘટાડો થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૩,૦૭૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સીપીઓ પણ ઘટી આવ્યું હતું, જ્યારે કપાસ અને મેન્થા તેલમાં મામૂલી વૃદ્ધિ વાયદાના ભાવમાં થઈ હતી.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૨૪૪૫૯૬ સોદાઓમાં રૂ. ૧૩૧૪૯.૦૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૩૮૦ ખૂલી, ઊપરમાં રૂ. ૫૦૩૮૦ અને નીચામાં રૂ. ૪૯૬૬૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૮૧ ઘટીને રૂ. ૫૦૦૦૦ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૦૮ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૦૨૨૩ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૦૬૫ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૦ ઘટીને બંધમાં રૂ. ૫૦૦૫૪ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૦૩૧૧ ખૂલી, ઊપરમાં રૂ. ૬૦૪૮૭ અને નીચામાં રૂ. ૫૮૦૩૭ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૦૨૫ ઘટીને રૂ. ૫૯૧૮૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૨૦૩૧ ઘટીને રૂ. ૫૯૧૯૨ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૨૦૨૧ ઘટીને રૂ. ૫૯૧૯૪ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૭૫૫૯ સોદાઓમાં રૂ. ૧૯૯૧.૦૭ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૯૫૬ ખૂલી, ઊપરમાં રૂ. ૨૯૫૬ અને નીચામાં રૂ. ૨૮૯૪ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦ વધીને રૂ. ૨૯૩૦ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩૧૪૮ સોદાઓમાં કુલ રૂ. ૩૬૩.૧૨ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૮૦૮૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૮૦૮૦ અને નીચામાં રૂ. ૧૭૯૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭૦ ઘટીને રૂ. ૧૮૦૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૮૯ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬.૪ ઘટીને બંધમાં રૂ. ૭૭૭ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૯૪૦.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૯૪૫ અને નીચામાં રૂ. ૯૩૦.૫ રહી, અંતે રૂ. ૯૩૬.૬ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૨૬ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૩૦ અને નીચામાં રૂ. ૧૦૨૧ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧.૫૦ વધીને રૂ. ૧૦૨૬ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૯૯૧૦ સોદાઓમાં કુલ રૂ. ૬૩૦૭.૭૧ કરોડ ની કીમતનાં ૧૨૬૩૪.૭૩૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૪૬૮૬ સોદાઓમાં કુલ રૂ. ૬૮૪૧.૩૭ કરોડ ની કીમતનાં ૧૧૫૮.૫૦૬ ટન, ક્રૂડ તેલમાં ૧૮૦૯૪ સોદાઓમાં રૂ. ૮૪૩.૩૫ કરોડનાં ૨૮૮૫૬૦૦ બેરલ્સ, કોટનમાં ૧૦૮ સોદાઓમાં રૂ. ૫.૫૨ કરોડનાં ૩૦૭૫ ગાંસડી, સીપીઓમાં ૨૮૩૦ સોદાઓમાં રૂ. ૩૩૬.૯૦ કરોડનાં ૪૩૨૪૦ ટન, મેન્થા તેલમાં ૧૮૬ સોદાઓમાં રૂ. ૨૦.૨૦ કરોડનાં ૨૧૩.૮૪ ટન, કપાસમાં ૨૪ સોદાઓમાં રૂ. ૪૯.૨૪ લાખનાં ૯૬ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૭૪૨.૦૩૪ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૦૬.૯૦૯ ટન, ક્રૂડ તેલમાં ૪૫૩૮ બેરલ્સ, કોટનમાં ૨૭૯૨૫ ગાંસડી, સીપીઓમાં ૬૯૧૮૦ ટન, મેન્થા તેલમાં ૧૩૬.૦૮ ટન અને કપાસમાં ૩૧૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૫.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૬૫.૫ અને નીચામાં રૂ. ૨૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૮ ખૂલી, ઊપરમાં રૂ. ૨૮૭ અને નીચામાં રૂ. ૨૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૦ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૯૧૫.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૯૧૫.૫ અને નીચામાં રૂ. ૧૩૮૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૫૩૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૪૪૯૦ ખૂલી, ઊપરમાં રૂ. ૪૭૦૦ અને નીચામાં રૂ. ૪૦૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૦૪૦ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૧૧ ખૂલી, ઊપરમાં રૂ. ૧૩૫ અને નીચામાં રૂ. ૧૦૫.૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૦.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૩૭.૭ ખૂલી, ઊપરમાં રૂ. ૧૬૦.૯ અને નીચામાં રૂ. ૧૩૭.૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૫૦.૭ બંધ રહ્યો હતો.

- text