ક્રૂડ પામતેલમાં ૧,૫૮,૦૧૦ ટનના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ઉછાળો

 

એમસીએક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો ૩૯૧ પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ સાથે ૧૬,૦૯૬ના સ્તરે: સોનાના વાયદાના ભાવમાં રૂ.૩૨૧ અને ચાંદીમાં રૂ.૮૪૯નો ઘટાડો: એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ: ક્રૂડ તેલમાં તેજીનો માહોલ: કપાસ, મેન્થા તેલમાં નરમાઈ: કોટનમાં ઉછાળો

મોરબી : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧૧થી ૧૭ સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન કુલ રૂ.૧,૬૦,૭૫૪.૨૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૨૧ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૮૪૯ ઘટ્યો હતો.

એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ એકંદરે વધી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં તેજીનો માહોલ હતો, જ્યારે નેચરલ ગેસ ઘટી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૧,૫૮,૦૧૦ ટનના નોંધપાત્ર વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. કપાસ અને મેન્થા તેલમાં નરમાઈ સામે કોટન તેજ બંધ થયું હતું.

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૬,૧૩૨ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૬,૩૫૭ અને નીચામાં ૧૫,૯૬૬ના મથાળે અથડાઈ, ૩૯૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૫૯ પોઈન્ટ વધી ૧૬,૦૯૬ના સ્તરે બંધ થયો હતો.

સપ્તાહ દરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં ૧૧,૭૧૭ સોદાઓમાં કુલ રૂ.૧,૧૩૨.૨૧ કરોડનાં ૧૪,૦૦૮ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે ૩૮૪ લોટ્સના સ્તરે રહ્યો હતો.

સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧,૪૩૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૨,૧૮૨ અને નીચામાં રૂ.૫૧,૧૮૧ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૩૨૧ (૦.૬૨ ટકા)ના ઘટાડા સાથે રૂ.૫૧,૪૫૩ના સ્તરે બંધ થયો હતો.

ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૧,૮૩૩ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૦૪ (૦.૯૬ ટકા)ની નરમાઈ સાથે રૂ.૪૧,૫૫૪ થયો હતો. જ્યારે ગોલ્ડ-પેટલનો સપ્ટેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૨૨૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૫ (૦.૬૭ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૨૧૭ના ભાવ થયા હતા.

સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧,૫૫૭ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૨,૧૯૯ અને નીચામાં રૂ.૫૧,૨૫૭ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૩૩૪ (૦.૬૪ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૫૧,૪૯૮ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૮,૫૦૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૯,૮૮૭ અને નીચામાં રૂ.૬૬,૬૫૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૮૪૯ (૧.૨૩ ટકા)ના ઘટાડા સાથે રૂ.૬૮,૧૪૨ના સ્તરે બંધ થયો હતો.

ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૮,૪૮૧ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮૫૧ (૧.૨૩ ટકા)ના ઘટાડા સાથે રૂ.૬૮,૧૦૯ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૭,૬૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮૬૨ (૧.૨૫ ટકા) ઘટી બંધમાં રૂ.૬૮,૧૦૬ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૧૯.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૨.૬૫ (૨.૪૪ ટકા) વધી રૂ.૫૩૧.૫૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૦૮૮.૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૬ (૧.૪૭ ટકા) વધી બંધમાં રૂ.૧,૧૦૭.૭૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૪૪.૮૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૦.૬૦ (૦.૪૧ ટકા) ઘટી રૂ.૧૪૪.૨૫ના સ્તરે રહ્યો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.૧૪૬.૬૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૪૫ (૦.૯૯ ટકા) વધી રૂ.૧૪૮.૧૦ અને જસતનો સપ્ટેમ્બર વાયદો રૂ.૧૮૭.૭૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭.૯૦ (૪.૨૨ ટકા) વધી રૂ.૧૯૫.૩૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૨,૭૨૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૦૩૪ અને નીચામાં રૂ.૨,૭૦૨ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૨૫૯ (૯.૩૭ ટકા)ના ઉછાળા સાથે બંધમાં રૂ.૩,૦૨૪ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૭૦.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૨.૬૦ (૧૩.૦૪ ટકા) ઘટી રૂ.૧૫૦.૭૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૭,૬૪૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૮,૦૭૦ સુધી અને નીચામાં રૂ.૧૭,૫૩૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૩૨૦ (૧.૧૮ ટકા)ના ઉછાળા સાથે રૂ.૧૭,૯૮૦ના સ્તરે બંધ થયો હતો.

કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૦૩૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૦૪૬.૫૦ અને નીચામાં રૂ.૧,૦૨૭.૫૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૧ (૦.૧૦ ટકા) ઘટી રૂ.૧,૦૩૧.૫૦ના સ્તરે બંધ થયો હતો.

ક્રૂડ પામતેલ (સીપીઓ)નો સપ્ટેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૭૧.૭૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૯૭૫ અને નીચામાં રૂ.૯૩૫ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૭.૮૦ (૦.૮૧ ટકા) ઘટી રૂ.૯૫૯.૫૦ના ભાવે બંધ થયો હતો.