પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં માળીયામાં માસ્ક વિતરણ અને ખાખરેચી ગામે વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અન્વયે સેવા-સપ્તાહ ઉજવાઇ રહ્યું છે. તે અંતર્ગત માળીયા (મીં) તાલુકા ભાજપ દ્વારા ખાખરેચી ગામે જડેશ્વર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલુ છે.

અગ્રણી મનસુખભાઇ કૈલાએ વૃક્ષારોપણનું મહત્વ સમજાવી, કાર્યક્રમની ભૂમિકા વ્યક્ત કરી હતી. પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ વડાપ્રધાનના જન્મદિનને આવરી લેતા સેવા સપ્તાહ દરમિયાન માનવ સેવા, રક્તદાન, ગરીબોને ફળ વિતરણ, હવન – યજ્ઞ, વૃક્ષારોપણના પ્રકલ્પો અંગે માહિતી આપી હતી. જિલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંહજી જાડેજાએ રૂપરેખા સમજાવી હતી. અગ્રણી આર. કે. પારજીયા તથા તાલુકા પ્રમુખ મણિભાઈ સરડવાએ પ્રસંગોચિત વાતો કરી લોકોને જોડવાના ભાજપના અભિયાન અંગે સુમાહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે માળીયા (મીં) નગર પાલિકાના કારોબારી ચેરમેન રતિભાઈ, મહામંત્રી અરજણભાઇ, નાથાભાઈ સહિત આસપાસના ગામો જેવા કે કુંભારિયા, વેણાસર, વેજલપર અને ચિખલી ગામના અગ્રણીઓ, સરપંચો તેમજ સ્થાનિક કાર્યકરોએ બ્રિજેશ મેરજાને ઉમળકાભેર આવકાર્યા હતા. ત્યારબાદ માળીયા (મીં) શહેરમાં પણ ભાજપ દ્વારા મોટા પાયે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં શહેર પ્રમુખ ઇલ્યાસ મોવર, હરિપરના અગ્રણી દેવાભાઇ, ઓસ્માણભાઈ ખાસ જોડાયા હતા. જિલ્લા મહામંત્રી જ્યોતિસિંહજી જાડેજાએ સૌને માસ્ક પહેરી કોરોના સામે સ્વછતા કેળવવા લોકોને સમજાવ્યા હતા. બ્રિજેશ મેરજાનું માળીયા (મી.) શહેરના રહીશોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. આમ, જિલ્લા ભાજપ દ્વારા યોજાતા આ સેવા – સપ્તાહના મોટા ભાગના કાર્યક્રમોમાં બ્રિજેશ મેરજા સહભાગી બની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અન્વયે સેવા પ્રકલ્પોના ભાજપના અભિયાનને સફળ બનાવવા સક્રિય રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text