મોરબી : વધુ પેસેન્જર બેસાડવા-આડેધડ પાર્કિંગ બદલ રીક્ષા ચાલકો સામે નિરંતર કડક કાર્યવાહી

- text


ખાનગી કારમાં વધુ લોકોની સવારી, બાઇકમાં 3 સવારી, આડેધડ પાર્ક કરેલા ટ્રક ડ્રાઈવર સહિતના ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ 

મોરબી : લોકોની સુખાકારી માટે કોરોના કાળમાં લાગુ થયેલા નિયમોની ઐસીતૈસી કરીને કોરોના સંક્રમણ ફેલાવવામાં નિમિત્ત બનતા રીક્ષા ચાલકો, ખાનગી વાહન ચાલકો સામે મોરબી જિલ્લામાં પોલીસની કડક કાર્યવાહી સતત ચાલી રહી છે. ત્યારે સોશિયલ ડિસન્સ જાળવવાના નિયમોનો સરેઆમ ઉલાળિયો કરતા વાહન ચાલકો સામે મોરબી જિલ્લામાં કેસો કરી કાયદેસરની કાર્યવાહી બુધવારે પણ ચાલુ રખાઈ હતી.

મોરબી સીટી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધી ચોક પાસે ટ્રાફિક અવરોધાય એ રીતે રીક્ષા ઉભી રાખતા આઈપીસી કલમ 283 હેઠળ 4 રીક્ષા ચાલક સામે આડેધડ પાર્કિંગ બદલ જ્યારે ગાંધી ચોકમાંથી જ હાલ પ્રવર્તમાન નિયમ વિરુદ્ધ 4 પેસેન્જર બેસાડીને નીકળતા 2 રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બી ડીવી.પો.સ્ટે.વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે 1 ટ્રક ચાલકને અડચણરૂપ રીતે ટ્રક પાર્ક કરવા બદલ, ગેંડા સર્કલ પાસે 9-9 પેસેન્જર બેસાડી નીકળતા 3 રીક્ષા ચાલક સામે તથા અન્ય એક ચાલક 8 પેસેન્જર રીક્ષામાં બેસાડીને, 4 રીક્ષા ચાલક 5 પેસેન્જર સાથે, તથા ત્રણ સવારી બાઇક ચાલક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં વાંકાનેર હાઇવે પરના સર્વિસ રોડ પર, મકનસર ચોકી પાસેથી બેફિકરાઈથી બાઇક ચલાવતા સ્લીપ થઈ જતા બાઇક ચાલક 20 વર્ષીય દશરથસિંહ અશ્વિનસિંહ પરમારનું ઇજા થતાં મોત નીપજ્યું હતું. મૃતક બાઇક ચાલક સામે પણ બેફિકરાઈથી બાઇક ચલાવવા બદલ ગુન્હો નોંધાયો છે. જ્યારે મોરબી તાલુકા પો.સ્ટે.ની હદમાં આવતા પીપળી ગામ નજીકથી 5 પેસેન્જર સાથેની રીક્ષા અટકાવી ચાલક સામે અનલોક 04. દરમ્યાન પ્રવર્તમાન કાયદાનું ઉલ્લંધ કરવા બદલ કેસ દાખલ કરેલ છે.

હળવદ પો.સ્ટે. વિસ્તારમાં સરારોડ સ્થિત, સતનામ કોમ્પ્લેક્ષ સામે ઓટો રીક્ષા આડેધડ પાર્ક કરવા બદલ, ત્રણ રસ્તા નજીક 4 કરતા વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 રીક્ષા ચાલક સામે, વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ઢૂંવા ચોકડીએ સીએનજી રીક્ષા રોડ વચ્ચે પાર્ક કરવા બદલ, ભવાની હોટલ નજીક એક સીએનજી રીક્ષા અડચણરૂપ પાર્ક કરવા બદલ ગુન્હો દાખલ કરાયો હતો. જ્યારે ઢૂંવા-વાંકાનેર રોડ પર ઇકો વાહન ભયજનક રીતે ચલાવવા બદલ તેના ડ્રાઈવર સામે ipc કલમ 279 તથા મોટર વ્હિકલ એક્ટ કલમ 177, 184 મુજબ કેસ કરવામાં આવ્યો છે. જ્યારે ટંકારા પો.સ્ટે.ની હદમાં નગરનાકા પાસેથી ડ્રાઈવર સહિત 5 લોકોને બેસાડીને નીકળતા ખાનગી ઇકો કાર ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text