હળવદમાં ધારાશાસ્ત્રીના ઘરે મોરના બચ્ચા આવી ગયા, ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરી સુરક્ષિત સ્થાને ખસેડાયા

- text


હળવદ : હળવદ શહેરની મધ્યે આવેલ દરબારનાકા વિસ્તારમાં આવેલ સમીરભાઈ અમૃતભાઈ એરવાડિયાના નિવાસસ્થાને ફળીયાના ભાગમાં આજે સવારે રાષ્ટ્રીય પક્ષી મોરના પાંચ બચ્ચા આવી ગયા હતા. ત્યારે આજુબાજુમાં બિલાડી પણ રહેતી હોય ત્યારે તે મોરના બચ્ચાઓને રક્ષણ મળી રહે તે હેતુથી તરત જ તમામ મોરના બચ્ચાને પોતાના ઘરે સુરક્ષિત જગ્યાએ રાખ્યા હતા. આ અંગે ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ ડઢાણીયાને જાણ કરતા તેમણે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને મોકલી અને મોરના પાંચ બચ્ચાઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરીત કર્યા હતા.

આ રીતે રાષ્ટ્રીય પક્ષી મોરના બચ્ચાઓને અન્ય પ્રાણીઓથી બચાવી અને સુરક્ષિત સ્થળે સ્થળાંતરીત કરી ધારાશાસ્ત્રીએ જીવદયાનું કાર્ય કર્યું હતું. આ સેવાકાર્યમાં આસપાસના સેવાભાવી લોકો પણ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને મદદરૂપ બન્યા હતા. આ અંગે ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ એ જણાવ્યું હતું કે જે સમીરભાઈના ઘરે પાંચ મોરના બચાવો આવી ચડયા હતા. તે બાજુમાં દરબારગઢ હોય ત્યાંથી આવ્યા હોવાનું જાણવા મળતા આ પાંચેય મોરના બચ્ચાને તેની મા (ઢેલ)પાસે મૂકવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text