RTE અરજીમાં થયેલ ભૂલમાં સુધારો કરવાનો સમય આપવા જિલ્લા પંચાયત પ્રમુખની રજુઆત

- text


મોરબીમાં આરટીઇ અંતર્ગત આવેલ અરજીમાં સામાન્ય ક્ષતિ હોવા છતાં રદ થતી હોવાની રાવ

મોરબી : હાલ રાજયભરમાં રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ ખાનગી શાળામાં બાળકોના પ્રવેશ અંગેની ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. આ ઓનલાઈન ફોર્મમાં અરજદાર દ્વારા શરતચુકથી નાની ક્ષતિઓ રહી ગઇ હોય છે. જેના કારણે તેમની અરજી રદ થઇ ગઈ છે. આ અરજીઓની સંખ્યા વધુ પ્રમાણમાં છે. અરજીમાં સામાન્ય રીતે અમુક ડોક્યુમેન્ટ અધૂરા હોવા અથવા ઓનલાઈન અરજી વખતે નાની ભૂલ થઇ હોય છે. આવા સામન્ય ભૂલ સુધારો પણ થઈ શકે છે. આવી નાની ભૂલના કારણે બાળકો શાળામાં પ્રવેશથી વંચીત રહે તો તેમનું સમગ્ર વરસ નિષ્ફળ જઇ શકે છે બાળકોનું ભવિષ્ય ન બગડે તે અરજી સુધારા માટે સમય આપવામાં આવે તેવી લેખિત રજુઆત મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text