ફરજિયાત હેલમેટ મામલે સ્ટેટ ટ્રાફિક આઈજીની સ્પષ્ટતા, માત્ર હાઇવે પર ચેકીંગ કરાશે

- text


હાલ તુરંત 20 સપ્ટેમ્બર સુધી માત્ર હાઇવે પર જ હેલ્મેટ ડ્રાઈવ, શહેરી વિસ્તારમાં અમલ માટે બાદમાં વિચારણા થશે

મોરબી : આજે 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવની જાહેરાત અને એ અંગેનો સરકારી પત્ર વાઇરલ થતા જનતામાં રોષ ફાટી નીકળ્યો હતો. જો કે ત્યાર બાદ તરત જ સ્ટેટ ટ્રાફિકનો હવાલો સાંભળતા આઈજી પીયૂષ પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવનારી 20 તારીખ સુધીની આ હેલ્મેટ ડ્રાઈવ માત્ર હાઇવે પર જ લાગુ થશે. શહેરી વિસ્તારોમાં હેલ્મેટની ડ્રાઈવ યોજાનાર નથી.

- text

આજે તારીખ 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમ્યાન ફરજીયાત હેલ્મેટ પહેરવા અને એ માટે હેલ્મેટ ડ્રાઈવ યોજવાની માહિતી આપતો પત્ર માધ્યમો અને સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ જનતાનો રોષ ફાટી નીકળ્યો હતો. માધ્યમોમાં આ અંગેની વિગતો આવતા જ લોકરોષની વિગતો પણ સરકાર સુધી પહોંચી હતી. વાહન અકસ્માતોમાં થતો મૃત્યુદર વધતા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું હતું. અકસ્માતમાં વધતા મૃત્યુદર અને ઇજાના પ્રમાણમાં પણ થયેલા વધારાને લઈને સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપી રાજ્ય સરકારનો આ આદેશ સામે આવ્યો હતો. રાજ્યના પોલીસ તંત્રના આઈજી કક્ષાના સિનિયર આઇપીએસ પિયુષ પટેલ દ્વારા રાજ્યભરના તમામ પોલીસ કમિશ્નરો, રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ વડાઓને અપાયેલા આદેશ પ્રમાણે આજથી શરૂ થનાર હેલ્મેટ ડ્રાઈવનો માત્ર હાઇવે પર જ કડકાઇથી અમલ કરવાની હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. અર્થાત શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ડ્રાઈવ લાગુ થશે નહીં.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text