80 વિશેષ ટ્રેનોની ટીકીટનું બુકીંગ 10મીથી શરુ થશે, જાણો ઓનલાઇન બુકીંગની પ્રક્રિયા અને સરકારી ગાઈડલાઈન

- text


મોરબી : ભારતીય રેલ્વે દ્વારા દેશભરમાં 12 સપ્ટેમ્બરથી 80 વિશેષ ટ્રેનો દોડાવાશે. આ નવી આઈઆરસીટીસી સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ અથવા રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે જણાવ્યું હતું કે તેઓ વિશેષ ટ્રેનોના સંચાલન પર નજર રાખશે. ત્યારે મુસાફરોએ કોરોના કાળ દરમિયાન કોરોનાના સંક્રમણથી બચવા માટે જરૂરી નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેમજ ટિકિટ કાઉન્ટર પર ટિકિટ બુક કરાવી શકાય છે. પરંતુ કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જાય છે. આવી પરિસ્થિતિમાં કોરોનાથી સાવચેતી રાખવા માટે ઓનલાઇન રેલ્વે ટિકિટ બુક કરાવી હિતાવહ છે. તો જાણો ઓનલાઇન બુકીંગની પ્રક્રિયા અને મુસાફરો માટેની ગાઈડલાઈન, જે નીચે મુજબ છે.

ઓનલાઈન ટીકીટ બુકિંગની પ્રક્રિયા

1. પહેલા તમે આઈઆરસીટીસી વેબસાઇટ irctc.co.in પર જાઓ અથવા તેની એપ્લિકેશન ડાઉનલોડ કરો. 2. આઇઆરસીટીસી વેબસાઇટનીમાં ગયા પછી આઈઆરસીટીસી એકાઉન્ટ બનાવવા માટે વેબસાઇટના ઉપરના જમણા ખૂણા પરના ‘રજિસ્ટર’ બટન પર ક્લિક કરો. 3. ત્યારબાદ તમારે નામ, પાસવર્ડ, ભાષા, નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, સરનામું જેવી કેટલીક માહિતી પ્રદાન કરવી પડશે. આ પછી સબમિટ પર ક્લિક કરો. આ તમારું આઈઆરસીટીસી એકાઉન્ટ બનાવશે. 4. ત્યારબાદ તમે હોમપેજ પર લોંગિન બટન પર ક્લિક કરો. તમે બુક યોર ટિકિટ પેઝ પર પહોંચશો જ્યાં તમે ક્યાંથી ક્યાં મુસાફરી કરવા માંગો છો. તમે કયા દિવસે મુસાફરી કરવા માંગો છો અને તમે કયા વર્ગમાં મુસાફરી કરવા માંગો છો તે પસંદ કરીને તમે ટિકિટ બુક કરવા આગળ વધી શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમારી પાસે તે વર્ગની બેઠક છે. 5. જો બેઠકો ઉપલબ્ધ હોય, તો તમે ટિકિટ બુક કરાવી શકો છો. આ માટે તમારે બુક નાઉ બટન પર ક્લિક કરવું પડશે. આ પછી મુસાફરોના નામ આપવાના રહેશે જેમની માટે ટિકિટ બુક કરવામાં આવી રહી છે. 6. નીચે સ્ક્રોલ કરો અને મોબાઇલ નંબર અને કૈપ્ચા કોડ દાખલ કરો. પછી બુકિંગ પર ક્લિક કરો. 7. પછી તમારે ચૂકવણી કરવી પડશે, આ માટે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ પસંદ કરી શકો છો. 8. ચુકવણી પછી તમે ટિકિટ ડાઉનલોડ કરી શકશો. તમને તમારા ફોન નંબર પર એક એસએમએસ પણ મળશે.

- text

રેલવે મુસાફરી માટેના પાલન કરવાના નિયમો

1. રેલ્વેની ગાઇડલાઇન્સ પ્રમાણે સ્ટેશન પર પ્રવેશ કન્ફર્મ ટિકિટ દ્વારા જ થઈ શકાશે. 2. મુસાફરોએ મુસાફરીના સમયની લગભગ 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોંચવું પડશે જેથી થર્મલ સ્ક્રિનિંગની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. 3. મુસાફરી કરવા માટે બધા મુસાફરોએ આરોગ્ય સેતુ APP ડાઉનલોડ કરવી જરૂરી છે. 4. મુસાફરી દરમિયાન રેલ્વે દ્વારા બ્લેન્કેટ, ચાદરો, પડધા આપવામાં આવશે નહીં. 5. ટ્રેનમાં ચઢતી વખતે અને મુસાફરી દરમિયાન સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરવું જરૂરી બનશે. 6. રેલ્વે સ્ટેશન પર તમામ મુસાફરોની થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે અને Asymptomatic એટલે કોરોના વાયરસના કોઈ લક્ષણો ન દેખાતા મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ મળશે. 7. ટ્રેનમાં પ્રવેશતી વખતે અને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું જરૂરી રહેશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text