મોરબીના લાયન્સનગરમાં ગટરના પાણી ઘરોમાં ઘુસ્યા, સ્થાનિકો ત્રાહિમામ

- text


લાયન્સનગરમાં વગર વરસાદે ગટરના પાણી ઘરમાં ઘુસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

મોરબી : મોરબીના લાયન્સનગર વોર્ડ નં. ૧૧ના સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે લાયન્સનગરમાં આજ સુધી રોડ-રસ્તા બન્યા નથી અને ગટરના પાણી હવે ઘરમાં ઘુસી જવાની નોબત આવી છે. તંત્રને આ બાબતે અવારનવાર લેખિત-મૌખિક રજુઆત જાણ કરવા છતાં નિંભર તંત્ર ધ્યાન નથી આપી રહ્યું. અંતે અહીં ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધવાના કારણે ઘણાં લોકોને મેલેરિયા પણ થયો છે. અને આવીને આવી સ્થિતિ રહી તો કોરોના જેવા ગંભીર રોગો થવાનો ભય રહે છે. નગરપાલિકામાંથી કે આરોગ્ય વિભાગમાંથી કોઈ ધ્યાન નથી દોરી રહ્યું શું લાયસન્સનગરમાં રહેતા લોકો માણસ નથી? એક સ્થાનિક મહિલાએ આ અંગે જણાવ્યું હતું કે મત લેવા ટાણે રાજકિય આગેવાનો દોડી આવે છે, અને અમે ફૂલના હાર પહેરાવીએ, વાજતે-ગાજતે ગુલાલ ઉડાડીએ અને છતાં કોઈ ધ્યાન નથી દોરતું. અમારા છોકરા ગટરમાં પડી જતા હોય છતાં તંત્ર ધ્યાન નથી આપતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text