મોરબી પાલિકા તંત્ર કોંગ્રેસને બદનામ કરવા જાણી જોઈને કામ નથી કરતું : કોંગ્રેસ પ્રમુખ

- text


મોરબીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખે પાલિકા તંત્ર વિરુદ્ધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

મોરબી : મોરબી શહેરમાં તાજેતરમાં બનેલા રોડ રવાપર રોડ, સિવિલ હોસ્પિટલ ચોકથી વિજય સીનેમા, સાવસર પ્લોટ, લીલાપર રોડ, કેનાલ રોડ સહિતના બિસમાર રસ્તા થઇ જવા, સ્ટ્રીટ લાઈટના પ્રશ્ન ન ઉકેલાવા, ભુગર્ભ સહિતની સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે. લોકો દ્વારા પાલિકામાં રજુઆત કરવા છતાં ઉકેલ ન આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. આવા સમયે ખુદ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ રામજી રબારી પાલિકાના જવાબદાર અધિકારી, કર્મચારીઓ દ્વારા કોંગ્રેસ પક્ષને બદનામ કરવા જાણી જોઈ યોગ્ય કામગીરી ન કરતા હોવાનો આક્ષેપ કર્યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરને પત્ર લખી જણાવ્યું હતું કે, મોરબી પાલિકામાં કોંગ્રેસનું સાશન હોય અને મોરબીવાસીઓની કોંગ્રેસ પ્રત્યે અણગમો થાય અને પક્ષ બદનામ થાય તેથી પાલિકા તંત્ર દ્વારા જાણી જોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાનું જણાવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકાને પડતર પ્રશ્ન ઉકેલવાની કામગીરી 10 દિવસમાં નહિ કરવાંમાં આવે તો ફરજીયાત આંદોલન કરવાની ચીમકી આપી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text