મોરબી : ડાયમંડ નગરમાં 8 વર્ષનો બાળક ડૂબ્યો, બે દિવસ બાદ પણ લાપતા

ફાયરની ટીમે શોધખોળ કરી પણ મહેનત નિષ્ફળ

મોરબી : મોરબીના આમરણ ગામ નજીક આવેલા ડાયમન્ડ નગરમાં રહી ખેતમજૂરી કરતા એમપી શ્રમિક પરિવારનો 8 વર્ષનો પુત્ર બે દિવસ પહેલા ડેમી નદીના વહેણમાં તણાઇ ગયો હતો. ઘટના બાદ ફાયરની ટીમે બે દિવસ સુધી બાળકની શોધખોળ કરી હતી પણ તેનો પતો લાગ્યો ન હતો. જોકે આ ઘટના અંગે હજુ પોલીસ નોંધ થઇ હતી.

મોરબી તાલુકાના આમરણ ગામ નજીક આવેલા ડાયમન્ડ નગરમાં મજૂરીકામ કરતા મધ્ય પ્રદેશના શ્રમિક થાનસિંહ સમરીયાભાઈ ડામરાનો 8 વર્ષનો પુત્ર સંજુ બે દિવસ પહેલા ડેમી નદીના તટ તરફ જતો રહ્યો હતો જ્યા તેનો પગ લપસી જતા નદીના ઊંડા ભાગમાં ગરકાવ થઈ જતા પાણીના વહેણમાં તણાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા ગ્રામજનોએ વહીવટીતંત્રનો સંપર્ક કરતા ફાયરની ટિમ દ્વારા બાળકની શોધખોળ કરી હતી. બે દિવસ સુધી શોધખોળ કરવા છતાં તેનો પત્તો લાગ્યો ન હતો. વ્હાલ સોયા બાળકના નદીમાં ડૂબી જવાથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate