ટંકારા પોલીસ સ્ટેશનના પટરાંગણમાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં વન મહોત્સવ ઉજવાયો

વુક્ષો વાવી તેના જતન માટે લીધા શપથ, પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ

ટંકારા : ટંકારા પોલીસ મથક પાસે પરેડ ગ્રાઉન્ડની બાજુમા વન મહોત્સવ નિમીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટંકારા થાણા અધિકારી બી. ડી. પરમાર સહિતના પોલીસ જવાનોએ વુક્ષોનુ વાવેતર કર્યુ હતું. સાથે શહેરના નામાંકિત અગ્રણી દયાનંદ ગુરૂકુલના આચાર્ય રામદેવજી, પાંજરાપોળ ટ્રસ્ટના રમેશભાઈ ગાંધી, ટંકારા તાલુકાના ભાજપ-કોંગ્રેસના હોદેદારો કિરીટ અંદરપા, ભુપત ગોધાણી, દિનેશ વાધરિયા, ખાનગી શાળાના યોગેશ ધેટીયા, વિજયભાઈ ભાડજા સહિતનાની હાજરીમાં વૃક્ષારોપણ ૨૦૨૦નો કાર્યક્રમ યોજાયો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate