ઘુનડા (સ.) ગ્રામ પંચાયત દ્વારા ગામને પાંચમી વાર દવાનો છંટકાવ કરી સેનેટાઈઝ કરાયું

- text


સરકારી જમીન પર પેશકદમી હટાવી સરપંચે સ્વખર્ચે વૃક્ષારોપણ કર્યું

મોરબી : મોરબી જીલ્લામાં કોરોના કેસનો આંકડો એક હજારને વટાવી ચુંક્યો છે ત્યારે વૈશ્વિક કોરોના વાયરસની મહામારીને ધ્યાનમા લઇ મોરબી તાલુકાના ઘુનડા (સ.) ગામના સરપંચની કામગીરીને પીઠ થાબડતા સૌ કોઈ બોલી ઉઠે છે કે “વાહ સરપંચ આપની કામગીરીને સો સલામ”. ત્યારે મોરબી જીલ્લાના અન્ય ગામોને પણ રાહ ચિંધતી કામગીરી નજર આવી રહી છે.

ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઈ કરશનભાઈ રંગપરીયાના રાહબર નીચે બજરંગ યુવક મંડળ દ્વારા ગામમાં આજે પાંચમીવાર દવાનો છંટકાવ કરી સેનેટાઈઝેશન કરાયું હતું. સાથે સરપંચના સ્વખર્ચે ગામની સ્વચ્છતા અને પર્યાવરણને ધ્યાનમાં રાખી ગામના ખરાબાની સરકારી જમીન સર્વે નં ૮૦૧ પૈકી પર પેશકદમી હટાવી આશરે ૧૦૦૦ વૃક્ષો વાવી તેનુ જતન કરવા ટપક ડીપ પધ્ધતીનો આશરે ૯૦ હજારનો ખર્ચ ખુદ ગામના સરપંચે માથે લઈ પ્રશંસનિય કામગીરી કરી છે.

ગામના સરપંચે સ્વચ્છતા અને પર્યાવરણ બાબતનો તમામ જશ ગામના બજરંગ યુવક મંડળને અર્પણ કર્યો છે. ત્યારે બજરંગ યુવક મંડળના પ્રમુખ સોમનાથભાઈ મુળજીભાઈ શેરસીયા જણાવ્યું છે કે ગામની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી એ આપણો મુળભુત હક્ક છે અને ગામની વિકાસલક્ષી બાબતમાં “બજરંગ યુવક મંડળ” હરહંમેશ સરપંચની સાથે છીએ અને સાથે રહેશું તેવો કોલ આપી ચુક્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે ગામમાં અગાઉ ચાર વાર સેનેટાઈઝેશન અને એક વખત ૩૫૦૦ માસ્કનું હોમ ટુ હોમ વિતરણ તેમજ ગામ ગોળવાઈથી ૪૦૦ મીટર બાવળ, બોરડી કે અન્ય કંટકો જેસીબી દ્વારા દુર કરી સફાઈ અભિયાન હાથ ધરેલ હતું. સરપંચ પ્રવિણભાઈ રંગપરીયાની ગામમાં અન્ય માનવ સેવાકિય પ્રવૃતિ પર પ્રકાશ પાડતા જોઈએ તો ગરીબ, નિરાધાર પરિવાર પર આવી પડતી આર્થિક સહાય પોતાના પોકેટ મનીમાંથી નિશંકોચપણે જ્ઞાતિજાતીના ભેદ રાખ્યા વિના આપવામાં ખચકાતા નથી. સાથે રાત્રીના સમયે હોસ્પીટલ માટે પોતાની ગાડી (108) પણ આપવાના અનેક દાખલા મોજુદ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text