ટંકારામાં વરસાદે નોતરેલી આફતથી ખેતીની જણસને થયેલ નુકસાનનો સર્વે શરૂ

તલી અને કઠોળનો તૈયાર થઇ ગયેલો પાક તૈયાર વરસાદે વેરણછેરણ કરી નાખ્યો

ટંકારા : ટંકારામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને લીધે જગતતાતને ખેતીમા ભારે નુકસાન થયું હતું. જેથી, જુદી-જુદી ટીમો બનાવી તંત્ર દ્વારા હાલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમા તલી અને કઠોળ, શાકભાજીનો પાક તો તૈયાર હતો. અને મોઢે આવેલો કોળિયો ઝુટવાઈ ગયો હોય, એવી સ્થિતિ ઉભી થઈ છે. તો કપાસ, મગફળી, એરંડા સહિતના પાકનો પણ સોથ વળી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે હાલમાં સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે. પરંતુ વળતર ક્યારે અને કોને મળશે એ જોવુ રહ્યું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate