વન મહોત્સવ અંતર્ગત મોરબીમાં DySP કચેરી ખાતે અધિકારીઓ અને અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું

- text


અધિક કલેક્ટર, પોલીસ વડા, પોલીસકર્મીઓ, ભાજપ અગ્રણીઓ સહીતનાઓ હાજર રહ્યા

મોરબી : વન મહોત્સવ અંતર્ગત મોરબીમાં DySP કચેરી ખાતે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અધિક કલેક્ટર, પોલીસ વડા, ભાજપ અગ્રણીઓ સહીતનાઓ હાજર રહ્યા હતા.

વન મહોત્સવ અંતર્ગત આજે તા. 8ના રોજ મોરબીમાં DySP કચેરી ખાતે અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત 50થી વધુ વૃક્ષો કચેરીના પટાંગણમાં અને કચેરીની આજુબાજુના વિસ્તારમાં વાવવામાં આવ્યા હતા. આ તકે અધિક કલેક્ટર કેતન જોશી, પોલીસ વડા સુબોધ આર. ઓડેદરા, DySP રાધિકા ભારાઈ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ડેપ્યુટી કલેક્ટર એસ. જે. ખાચર, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા, LCB-SOG સહિતના પોલીસ સ્ટાફ સહીતના લોકો દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text