મોરબીમાં લાયન્સ કલબ તથા સત્યેશ્વર મંદિરના સંયુક્ત ઉપક્રમે ઉકાળા તથા માસ્કનું નિ:શુલ્ક વિતરણ કરાયું

- text


મોરબી : વર્તમાનમાં Covid-19 વૈશ્વિક મહામારીના પિરિયડમાં કોરોના સંક્ર્મણને રોકવા માટે અનલોકના નિયમોનું પાલન કરી આરોગ્યવર્ધક ઉકાળા તેમજ ફ્રી માસ્ક વિતરણના કાર્યક્ર્મનું આયોજન કરેલ હતું. તેમાં આશરે 500થી પણ વધારે મોરબીની જનતાએ લાભ લીધો હતો.

આ સેવા યજ્ઞને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટી પ્રમુખ એ. એસ. સુરાણી, મંત્રી કેશુભાઈ દેત્રોજા, પ્રોજેક્ટ ચેરમેન ટી. સી. ફૂલતરીયા, ભીખાભાઇ લોરિયા, મહાદેવભાઈ ચીખલીયા, નાનજીભાઈ મોરડીયા, મણીભાઈ કાવર તેમજ ક્લબના સર્વે સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ કે. પી. ટેક. નોનવૉવેન ઇન્ડિયા પ્રા. લી. રમેશભાઈ રૂપાલા તરફથી મળેલ હતો.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text