મોરબીમાં રોડ પરના સીસીટીવી કેમેરા ઉપરની લાઈટો ચાલુ કરવા કલેકટરને રજૂઆત

- text


મોરબી : મોરબીમાં આવેલા રોડ પરના સીસીટીવી કેમેરા ઉપરની લાઈટો ચાલુ કરવા સમાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા અને મુસાભાઈ બ્લોચ દ્વારા કલેકટર જે. બી. પટેલ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબીના રોડ ઉપર સીસીટીવી કેમેરા રાખેલ છે. પરંતુ તેની ઉપરની લાઈટ બંધ છે. છેલ્લા ત્રણ માસથી ગ્રીન ચોક, દરબારગઢ જેવા વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની પરની લાઈટ બંધ છે. જેથી, આવા વિસ્તારમાં આવારા તત્વોને ગેરકાનૂની કામો કરવા આવી રીતે લાભ પણ ઉઠાવે છે. તેમજ આવા આવારા તત્વો છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી જૂના નવા પુલ પર ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવીને શોર મચાવે છે. તે અંગે પણ કાનૂની પગલાં લેવા તેમજ પુલ પર પોલીસ મૂકવા માટે તંત્રને અરજ કરાઈ છે. જો આ લાઈટો ચાલુ થઈ જાય તો આવા અસામાજિક તત્ત્વો કે જે લોકોને પરેશાન કરે છે. તે અટકે અને ગુન્હાહિત પ્રવૃત્તિઓ પણ ઓછી થાય. તે માટે સામાકાંઠે, ગ્રીન ચોક, શનાળા રોડ, બાયપાસ જેવા રોડ પર સીસીટીવી પર ની લાઈટો ચાલુ કરવા અંગે સમાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા અને મુસાભાઈ બ્લોચ દ્વારા તંત્રને રજૂઆત કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text