મોરબીના ત્રાજપર, ભડીયાદ અને લાલપર ગામની અનુ.આદિ જાતિની સીટ બદલવાની માંગ

- text


મત વિસ્તારમાં અનુ.આદિ જાતિની વસ્તી જ ન હોવાની ગ્રામ પંચાયતોની રાવ

જિ.પં અને તા.પંની ચૂંટણીઓ માટે મતદાર મંડળની રચના અને અનામત બેઠકો અંગે પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કરાયા બાદ આ ત્રણેય ગામ પંચાયત દ્વારા કલેકટરને રજુઆત કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર મંડળની રચના અને અનામત બેઠકોની ફાળવણીનો પ્રાથમિક આદેશ જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે આ સંદર્ભે ત્રાજપર, ભડીયાદ, લાલપર ગ્રામ પંચાયતે કલેકટરને રજુઆત કરી છે કે ,અનુસૂચિત આદિજાતિના લોકો હાલ આ ત્રણેય ગામમાં રહેતા ન હોય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ત્રણ ગામોમાં જાહેર કરેલી આ અનુસૂચિત આદિજાતિની બેઠકો ફેરબદલ કરવામાં આવે.

- text

મોરબી તાલુકાના ભડીયાદ,ત્રાજપર અને લાલપર ગ્રામ પંચાયત દ્વારા આજે કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી હતી કે, આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે આ ત્રણેય ગામોમાં અનુસૂચિત આદિજાતિ બેઠકો ફાળવવાનો પ્રાથમિક આદેશ આપવામાં આવ્યો છે.જેમાં જિલ્લા પંચાયતમાં ત્રાજપરની સીટ અને મોરબી તાલુકા પંચાયતમાં ત્રણ ભડીયાદની સીટ અને તાલુકા પંચાયતમાં લાલપરની સીટ અનુસૂચિત આદિજાતીને ફાળવવામાં આવી છે.પણ આ ત્રણેય ગામો અગાઉ અનુસૂચિત આદિજાતીના લોકો રહેતા હતા. હાલ આ વર્ગના લોકો રહેતા નથી.તેથી આ ત્રણેય ગામોમાં અનુસૂચિત આદિજાતીની સીટને બદલે અન્ય મતદાર મંડળ મુજબ રોટેશન આપવાની માંગ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text