મોરબી : સાર્વજનિક પ્લોટમાં સફાઈ કરવા મુદ્દે આધેડને માર મારી કારમાં તોડફોડ

- text


પાડોશી શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના રવાપર ગામેં વૈભવનગર સોસાયટીમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં સફાઈ કરવા મુદ્દે આધેડને પડોશી શખ્સે માર મારી કારમાં તોડફોડ કરી હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ અંગે પોલીસે આધેડની ફરિયાદ પરથી પાડોશી શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર ગામે આવેલ વૈભવનગર સોસાયટીમાં રહેતા બિપીનચંદ્ર ચુનીલાલ પુજારા (ઉ.વ.૫૯) એ આરોપી હાર્દીકભાઇ બાબુભાઇ સોમકીયા (રહે.રવાપર વૈભવનગર સોસાયટી પ્લોટનં.૩ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨ના રોજ ફરીયાદીએ તથા સોસાયટીના રહીશોએ તેમની સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં બાવળ કાઢાવી સાફસફાઇ કરાવેલ હોય. જેથી, આરોપીએ ફરીયાદીને પ્લોટમા ભરતી ભરી દેવાની ધમકી આપી ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કારના કાચ તોડી નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે એ ડિવિજન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text