વાંકાનેર : રિસામણે બેઠેલી ભાભીએ દિયર સહિત ત્રણને માર માર્યાની ફરિયાદ

- text


દિયરની ફરિયાદ પરથી ભાભી અને અને તેની માતા સામે ગુનો નોંધાયો

વાંકાનેર : વાંકાનેરના પંચાસીયા ગામે ઘરનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં રિસામણે બેઠેલી ભાભીએ સાસરિયે આવીને દિયર સહિત ત્રણને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર પોલીસે દિયરની ફરિયાદ પરથી ભાભી અને અને તેની માતા સામે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના પંચાસીયા ગામે રહેતા લાલાભાઇ મસાભાઇ ભુભરીયા (ઉ.વ. ૨૦) એ આરોપીઓ હાસુબેન માધાભાઇ રબારી અને પ્રભાબેન માધાભાઇ રબારી (રહે. બન્ને થોરાળા, તા. મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૨ના રોજ એક આરોપી ફરીયાદીના ભાભી થતા હોય જેઓ રીસામણે હોય પોતાના પુત્રનુ નીશાળનુ સર્ટી. લેવા તેમજ કપડા લેવા પોતાની માતા પ્રભાબેન સાથે આવી ફરીયાદી તથા સાહેદ સોનલબેન તથા ટીગુબેન સાથે ઝગડો તકરાર કરી ગાળો બોલી ત્રણેયને હાથથી મુંઢ મારમારી સોનલબેનને નાક પર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text