ટંકારા : સખપર ગામમાં પાણીમાં ફસાયેલા લોકોને NDRFની ટીમની મદદથી બચાવાયા

- text


ટંકારા : ટંકારાના સખપર ગામે બપોરના સમયે માતાજીના દર્શન કરવા ગયેલા બે લોકો ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થતા ફસાયા ગયા હતા. જેની જાણ સ્થાનિક પ્રશાસનને થતા ધટના સ્થળે દોડી ગયા હતા પરંતુ પાણી વધુ હોય બે લોકોને બચાવવા NDRFની ટિમ બોલાવી હતી. અને બાદમાં મોડી રાત્રે ટીમે જહેમત ઉઠાવી પાણીમાં ફસયેલા લોકો હેમખેમ બહાર કાઢ્યા હતા.

- text

ટંકારાના સરખપર ગામે મેલડી માતાજીના મંદિર પાસે નદીમાં ઘોડાપુર આવવાના કારણે પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોય ત્યાં બે લોકો જે દર્શન કરવા ગયા બાદ ફસાયા હોવાનું તંત્ર ને જાણવા મળતા. તાલુકા વિકાસ અધિકારી, નાગાજણ તરખાલા પોલીસ સ્ટાફના બલોચભાઈ તેમજ તલાટી મંત્રી નરેશ સોનારા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાં બન્ને વ્યક્તિને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ પાણીના ભારે પ્રવાહના કારણે આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જેથી મોરબીથી NDRFની ટીમને બોલાવવામાં આવી હતી આ ટીમ દ્વારા જહેમત ઉઠાવી બન્ને વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા.

- text