જામસર ગામમાં શંકાના આધારે એકની હત્યા થતા ચકચાર

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામમાં શંકાના આધારે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હત્યાના બનાવથી ગામમાં ચકચાર મચી ગઈ છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. 17ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જામસર ગામમાં રહેતા દશરથ લાલજીના ઘરેથી જયંતિભાઈ મથુરભાઈ બહાર નીકળી રહ્યા હતા. તે વખતે દશરથ લાલજી આવી જતા, તેના મનમાં શંકા-કુશંકા થઇ હતી. જેથી, તેણે જયંતિભાઈને લાકડી અને ધોકા વડે માથા, પગ, હાથ અને પીઠ પર આડેધડ માર માર્યો હતો. આથી, જયંતીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ભનુભાઈ લખુભાઈએ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.