- text
વાંકાનેર : વાંકાનેરમાં સીરામીક કારખાનામાં મશીનમાં માથું આવી જતા તરુણનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
- text
ગઈકાલે તા. 4ના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર એમ્બોજા ગ્રેનેટો સીરામીકના કારખાનામાં મશીનમાં બબલુ જલમસીંધ સોલંકી (ઉ.વ. 15)નું માથું તથા હાથ આવી ગયા હતા. આથી, તેનું મૃત્યુ થયું હતું. બબલુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
- text