મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું અભિવાદન કરાયું

મોરબી : મોરબી નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર તરીકે ગીરીશ આર. સરૈયાનાની નિમણુક થતા વિવિધ સમાજ અને આગેવાનો દ્વારા અભિવાદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના દાઉદી વ્હોરા સમાજના કેઝારભાઈ, સેક્રેટરી અને ખજાનચી તેમજ વ્હોરા સમાજની જુદી-જુદી સંસ્થાના આગેવાનો દ્વારા ગીરીશ આર. સરૈયાનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. અને સરકારના વિવિધ કાર્યક્રમમાં વ્હોરા સમાજ દ્વારા યોગદાન આપવા માટે બાંહેધરી આપવામાં આવેલ હતી.