મંગળવાર(1.30pm) : હળવદ અને ટંકારાના દર્દીનું મૃત્યુ, મોરબીમાં વધુ એક કેસ નોંધાયો

- text


મોરબી જિલ્લામાં કોરોનાના મૃત્યુઆંકમાં ઝડપભેર વધારો

હળવદ, ટંકારા : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની વધતી સંખ્યાની વચ્ચે કોરોના દર્દીનો મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે જિલ્લામાં વધુ બે કોરોના દર્દીના મૃત્યુ સાથે છેલ્લા 3 દિવસમાં જ 7 લોકોના મોત નિપજ્યા છે. આજે જાહેર થયેલી વિગત મુજબ હળવદ અને ટંકારાના દર્દીનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ જાહેર થયો છે.

જાણવા મળતી વિગત મુજબ હળવદના ઉમિયા ટાઉનશીપમાં રહેતા 79 વર્ષના પુરુષ જેઓનો તારીખ 23 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેઓ રાજકોટ ખાતે સારવાર હેઠળ હતા અને તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. હળવદ તાલુકામાં કોરોના દર્દીનું આ બીજું મોત છે.

જ્યારે ટંકારાથી મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામના 42 વર્ષના કોરોનાથી સંક્રમિત થયેલા યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું છે. જેઓને ત્રણ દિવસ પહેલા મોરબી સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે રાજકોટ દાખલ કરવામાં આવ્યા હતા. ટંકારા તાલુકામાં કોરોના દર્દીનું આ પ્રથમ મૃત્યુ નીપજ્યું છે.

- text

મોરબી જિલ્લામાં હળવદ અને ટંકારા તાલુકાના કોરોના દર્દીના મૃત્યુ સાથે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુનો આંક 29 થઈ ગયો છે.

જ્યારે આજે મંગળવારે બપોરે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ જાહેર થયો હતો. જેમાં શનાળા રોડ પર છોટાલાલ પેટ્રોલપમ્પ પાસે હાઉસિંગ બોર્ડમાં રહેતી 18 વર્ષની યુવતીનો રાજકોટ સરકારી લેબમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 384 થઈ ગઈ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text