મોરબીના કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉકાળાનું વિતરણ કરાશે

મોરબી : હાલ વૈશ્વિક સ્તરે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉકાળા પીવે તે જરૂરી છે. ત્યારે મોરબીમાં મહિલા સંચાલીત કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના સામે રક્ષણ માટે તથા રોગ પ્રતીકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ તા. ૪/૮/૨૦૨૦ થી ૯/૮/૨૦૨૦ સમય સવારે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી ઉમિયા પાર્કના ગેઈટ પાસે, વાવડી રોડ ખાતે કરવામાં આવશે. જે અંતર્ગત આજથી વિતરણ શરુ કરી દેવામાં આવ્યું છે.