મોરબીના યુવા છાત્રએ આઈ.આઇ.આઈ.ટી. દિલ્હીની પરીક્ષા ઉત્તીર્ણ કરી

- text


મોરબી : મોરબીના અખબાર એજન્સીના સંચાલક આનંદભાઈ જોશી અને શિક્ષિકા દર્શનાબેન જોશીના પુત્ર શિવમ આનંદભાઈ જોશીએ તાજેતરમાં ઈન્ડિયા લેવલની પ્રતિષ્ઠિત કહી શકાય તેવી આઇ.આઇ.આઇ.ટી દિલ્હીની કમ્પ્યુટર સાયન્સ (એમ. ટેક્) માસ્ટર ડિગ્રીની એક્ઝામ ક્રેક કરી એડમિશન મેળવેલ છે.

શિવમે જી.ટી.યુ. મા 9.01 સી.જી.પી.એ. તથા એન્જિનિયરિંગ માટે પ્રતિષ્ઠિત એવી ગેઇટ, (જી.એ.ટી.ઈ) માં 90 પર્સન્ટાઈલ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. ઓલ ઇન્ડિયા લેવલેે પ્રતિષ્ઠિત પરીક્ષામાં માત્ર ૧૩૫ છાત્રો પસંદગી પામતા હોય છે. શિવમને બેસ્ટ એકેડેમીક પરફોર્મન્સ માટે ડી.એમ.આઇ.ટી.એવોડૅથી સન્માનિત કરવામાં આવ્યો છે. આઇ.આઇ.આઇ.ટી. દિલ્હીની પરીક્ષામાં ઉતીર્ણ થવાથી પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. શિવમની આ સફળતા બદલ તેમના દાદા અને બ્રહ્મ સમાજના અગ્રણી સુહાસભાઈ જોષી, દાદી સુલોચનાબેન જોષી તેમજ સગા સબંધી મિત્રો સહિતનાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text