મોરબી : જીપીસીબીમાં કાપડીયાની બદલી, નવા અધિકારી તરીકે કૃષ્ણકુમાર વાઘેલા મુકાયા

મોરબી : ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 51 વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીમાં ફરજ બજાવતા કાપડીયાની બદલી ગોધરા કરવામાં આવી હતી. જ્યારે તેમના સ્થાને જીપીસીબીના મધ્યસ્થ કાર્યાલય ખાતે ફરજ બજાવતા કૃષ્ણકુમાર ભરથાજી વાઘેલાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.