મોરબીના ભક્તિનગર સર્કલ પાસે વરસાદ વચ્ચે રીક્ષા ફસાઈ

- text


મોરબી : મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ભક્તિનગર સર્કલ પરના સર્વિસ રોડ ઉપર આજે વરસતા વરસાદ વચ્ચે પસાર થઈ રહેલી એક પેસેન્જર ભરેલી રીક્ષા ફસાઈ ગઈ હતી. આજે વરસાદને કારણે આ સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા હતા. વરસાદના પાણી વચ્ચે સર્વિસ રોડ ઉપર રિક્ષાના પાછળના ટાયર રીતસર ખુંપી ગયા હતા. વરસાદમાં આ રોડની પોલ ખુલી ગઈ છે. પેસેન્જરો સાથેની રીક્ષા રોડમાં ખુંપી જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી. અને રિક્ષાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- text