કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત

- text


મોરબી : કોરોના મહામારીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા બાબત મોરબી જિલ્લા શિક્ષણાધિકારીને રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ મોરબી દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં જણાવાયું છે કે હાલ વૈશ્વિક મહામારી કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આ કપરા સમયમાં ક્યાં વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવે તે નિશ્ચિત હોતું નથી. અનાયાસે જો કોઈ શિક્ષક રહેતા હોય તેવા વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી આવે તો તે વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરે છે. આવી પરિસ્થિતિમાં શિક્ષક પોતાનું રહેણાંક છોડીને ક્યાંય જઈ શકતા નથી. તો અનાયાસે આવી પરિસ્થિતિ આવે તો આવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા શિક્ષકો માટે ઓન ડ્યુટી ગણીને એમને ફરજ પર જવાની છૂટ આપવામાં આવે.

- text

આ બાબતે યોગ્ય નિર્ણય કરવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ એસ. પારેખને રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ મોરબીના અધ્યક્ષ દિનેશભાઈ વડાસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા, ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા, સંગઠન મંત્રી હિતેષભાઇ ગોપાણી તથા જિલ્લા ટીમના સભ્યો દ્વારા રજુઆત કરવામા આવી હતી. એમ પ્રચારમંત્રી હિતેષભાઇ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text