મોરબી જિલ્લા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સને સન્માન પત્ર અર્પણ કરાયા

મોરબી : કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે નિષ્ઠાપુર્વક પોતાના જીવના જોખમે મોરબી જીલ્લાની પ્રજાના સ્વાસ્થ્યના રક્ષણ માટે તત્પર આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટોરો, નર્સો તેમજ રાત-દિવસ જોયા વગર ખડેપગે રહી સલામતીના ભાગરૂપે પોતાની ફરજ બજાવનાર જીલ્લા પોલિસ વડા, પી.આઇ., પી.એસ.આઇ. તેમજ પોલિસ સ્ટાફ, પ્રજાના હિત માટે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સદાય તત્પર એવા જીલ્લા કલેક્ટર, વહીવટી તંત્રના અધિકારીઓ અને લોકોને ઘરે બેઠા સમગ્ર જીલ્લામાં ચાલી રહેલ ગતિવિધિઓના વાસ્તવિક અહેવાલો લોકો સુધી પહોચે, તે માટે દિવસ-રાત કાર્યશીલ રહેતા પત્રકારો, આ સર્વે જીવના જોખમે પોતાની ફરજ બજાવે છે તે બદલ મોરબી જીલ્લા ભાજપ પરીવાર વતી માનનીય સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા દ્વારા સન્માનપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.